________________ 230 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સિંહનું ઉપનામ ચાલુ કર્યું. આમ, આધ્યાત્મિક ગુરુ લડાયક “સિંહ” પણ બન્યા. પ્રત્યેક શીખને એમણે “સિંહ”નું નામ ધારણ કરવાનું સૂચવ્યું અને આવા સિંહોના સમૂહના લશ્કરને વ્યવસ્થિત કરવાને માટે એમણે એક ખાલસામંડળ ઊભું કર્યું. આ ખાલસા-મંડળમાં પ્રવેશ મેળવવાને માટે ગુરુ ગોવિંદસિંહે એક પ્રકારને વિધિ દાખલ કર્યો. લોખંડના વાસણમાં ગોળ મિશ્રિત મીઠું, સુગંધી પાણી રાખવામાં આવે, તેને ધારવાળી તલવાર વતી હલાવવામાં આવે અને જે કોઈ પુરુષ ખાલસા–મંડળમાં દાખલ થાય તેણે આ પાણી લઈને પીવાનું, અને પિતાના શરીર ઉપર છાંટવાનું. આ પાણીને અમૃત સમાન ગણવામાં આવતું અને એમ માનવામાં આવતું કે અમૃતથી શુદ્ધિ થાય છે અને યુદ્ધમાં ફતેહ મળે છે. ગુરુ ગોવિંદસિંહના આવા પ્રિરણાદાયી નેતૃત્વ હેઠળ અને તેમના ખાલસામંડળના લડાયક જૂથના ખમીરને લીધે તેઓ બંગાળ સુધી પિતાને વાવટો ફરકાવી શકયા અને ઢાકાને શીખનું મુખ્ય ધામ બનાવ્યું. શીખધર્મ અનુયાયીઓને આ રીતે સંધાનમાં ગોઠવી એમણે શીખધર્મને પ્રસાર કર્યો. પરંતુ એ ઉપરાંત એમણે એક ગ્રંથ લખાવ્ય જેને “દશમા ગુરુને ગ્રંથ” તરીકે ઓળખાવાય છે. ગુરુ નાનકને જે પહેલા ગુરુ ગણુએ તે ગુરુ ગોવિંદસિંહ. દશમા ગુરુ થાય, એથી એમણે લખેલા ગ્રંથને “દશમા ગુરુને ગ્રંથ” કહેવાય છે. એમણે એ પણ જણાવ્યું કે એમને આ ગ્રંથ આદિ ગ્રંથના એટલે જ પ્રમાણભૂત છે. એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય કે ગુરુ ગોવિંદસિંહને આવો ને ગ્રંથ રચવાની શી જરૂરિયાત ઉપરિત થઈ ? આના જવાબમાં કોર્ટ તૈધે છે. “શીખો મૂળ ગ્રંથ વાંચવાથી ઘણા નરમ થઈ ગયા એમ ગુરુને જણાયું તેથી તેમણે જાતે નિશ્ચય કર્યો કે એક એવો ગ્રંથ લખે જેના વચનથી શીખો શુરવીર બને અને યુદ્ધ કરવાને માટે લાયક બને. " એટલું જ નહિ ગુરુએ વધુમાં કહ્યું: “મારા મરણ પછી તમે બધા આ ગ્રંથસાહેબને તમારા ગુરુ તરીકે માનજે.”૧૩ ઈ. સ. ૧૭૦૮માં ગુરુ ગોવિંદસિંહ મૃત્યુ પામ્યા તેઓ શીખ ગુરુ પરંપરાના છેલ્લા જ ગુરુ હતા. એમના મરણ પછી એમણે શેખને આપેલ આદેશ અનુસાર 12 કોર્ટ, હિસ્ટરી ઓફ ધી શીન્સ, પા. 43 13 એજ, પા. 56