________________ શીખધર્મ 229 આ સમયથી શીખધર્મની કરવટ બદલાય છે. એક ધમપંથ કરતાં એક રાજ્યપંથ તરફ એ વધુ ઢળવા લાગે છે. ગુરૂ નામના માર્ગને બદલે શસ્ત્રમાર્ગ અખત્યાર કરતે એ થયો. સતનામ એકાકાર અનુભવ કરવાને બદલે સત્તા એકત્રિત કરવામાં એ મગ્ન બને છે અને એથી જ ઈશ્વરપ્રાપ્તિને બદલે રાજ્યપ્રાપ્તિ તરફ એ વધારે હડસેલાય છે. આ જ કારણથી કેટલાક લેખક શીખધર્મને ધર્મ તરીકે ન ગણાવતા રાજ્યપંથ તરીકે ગણવે છે. પરંતુ એમનો આવો મત સ્વીકાર્ય નથી. તે એ માટે કે પ્રથમ તે આ ધર્મનું આયોજન નાનકના ધાર્મિક અનુભવમાંથી થયું છે, અને બીજુ એ કે આ ધર્મ સંપૂર્ણ એકેશ્વરવાદી હેઈ કોઈપણ પ્રકારની રૂઢિ, વિધિને સ્વીકાર નથી. એક ધર્મબળ તરીકે ઈશ્વર અનુભૂતિમાં એનું આગવું સ્થાન નિશ્ચિત છે જ. છે. ગુરુ હરરાય (ઈ. સ. 1638 થી 1660): મોગલ બાદશાહોની સામેની ગુરુ અર્જુનના સમયથી શરૂ થયેલી લડાઈને હજી અંત આવ્યો ન હતો. ઔરંગઝેબની સામેની લડાઈ એમણે ચાલુ જ રાખી પરંતુ છેવટે એમની હાર થઈ. જ ગુરુ હરકિશન (ઈ. સ. 166 0 થી 1664): ગુરુ હરકિશને પણ ઔરંગઝેબની સામે પિતાની લડાઈ ચાલુ રાખી. મોગલ રાજાઓ સામે લડાઈમાં પ્રવૃત્ત રહ્યા સિવાય આ બે ગુરુઓના સમયમાં શીખ ધર્મમાં કંઈ મહત્ત્વની પ્રગતિ થયેલી જાણવામાં નથી. 4. ગુરુ તેગબહાદુર (ઈ. સ. 1664 થી 1675) : તેગબહાદુર પોતે ખમીરવંતા સૈનિક હતા. એમણે શીખધર્મને ઘણે સારો પ્રચાર કર્યો. દક્ષિણમાં ઠેઠ સિલેન સુધી એમણે શીખધર્મને પ્રચાર કર્યો. એમના -જીવનનો ઘણો ભાગ પણ એમની આગળના બે ધર્મગુરુઓની જેમ મુસલમાને સામે લડવામાં ગયે. પરંતુ એમના સમય દરમ્યાન લડાઈમાં વિજય મળે અને એથી એમને શીખધર્મના પ્રચારને માટે કાર્ય કરવાની તક મળી. એમના કેટલાંક લખાણને પણ ગુરુ ગ્રંથસાહેબમાં સમાવેશ કરવામાં આવેલ છે. 2. ગુરુ ગોવિંદસિંહ (ઈ. સ. 1675 થી 1708): શીઓને એક લડાયક જૂથ તરીકે તૈયાર કરવાનું કાર્ય ગુરુ ગોવિંદસિંહે પણ ચાલુ જ રાખ્યું. એટલું જ નહિ પરંતુ એમણે પિતાને માટે “ગુરુ” ઉપરાંત