________________ શીખધર્મ 227 વીકારની વાત છે, અને એથી શીખધર્મ અનુયાયીઓનું સંગઠન થાય એ માટેની વિચારણા કરી, ધર્મ અનુયાયીઓમાં સંધત્વ ભાવના જાગૃત કરી, એમને એક જૂથ તરીકે બળવાન બનાવવાનું કામ ગુરુ અમરદાસે કર્યું. ગુરુ રામદાસ (ઈ. સ. 1574 થી 1581): ગુરુ રામદાસ ગુરુ અમરદાસના જમાઈ થતા હતા. ગુરુ રામદાસનું મુખ્ય કાર્ય અમૃતસરમાં “હરમંદિર” નામનું એક પ્રખ્યાત મંદિર બંધાવવાનું રહ્યું છે. એ મંદિર બાંધી એમણે શીખોને માટે પૂજાનું એક સુંદર સ્થાન આપ્યું. આ જગ્યાને તેમણે જ અમૃતસર નામ આપ્યું અને આજે અમૃતસરનું “સુવર્ણ મંદિર” શીખોને માટે તીર્થ ધામ જેવું છે. આ શીખ મંદિરને માટે મોનીઅર વિલિયમ્સ આ પ્રમાણે કહે છે. 10 “જે કે મંદિરમાં મૂર્તિઓ નથી અને એક જ ઈશ્વરના માનમાં તે મંદિર બાંધવામાં આવ્યું છે, છતાં એમ માનવામાં આવે છે કે ગ્રંથસાહેબમાં અદશ્ય પરમાત્માનું વ્યક્ત રવરૂપ રહેલું છે. વસ્તુતઃ ગ્રંથસાહેબ જ મંદિરની મૂર્તિ છે એમ ધારીને તેમની પૂજા કરવામાં આવે છે. દરરોજ સવારે ગ્રંથસાહેબને જરીનાં વસ્ત્રો પહેરાવી રત્નજડિત છત્રોવાળા એક નાના સિંહાસન પર પધરાવવામાં આવે છે. દરરોજ સાંજે એક પવિત્ર શયનાગારમાં સુવર્ણના પલંગમાં ગ્રંથસાહેબને સુવડાવવામાં આવે છે. આ શયનગૃહમાં કેઈ અપવિત્ર માણસ પ્રવેશ ના કરી શકે એટલા માટે તેની આજુબાજુ જોખંડને કઠેરે રાખવામાં આવ્યું છે. આ પ્રથા ગ્રંથસાહેબને પવિત્ર ગણવાની ભાવનામાંથી અને છતાંયે માનવની ઈશ્વરને કંઈક મૂર્તિ સ્વરૂપ આપવાની આંતરિક ભાવનામાંથી પ્રચલિત થઈ હોય એ સંભવિત છે. શીખો મૂર્તિ પૂજામાં માનતા નથી એમ આપણે ઉપર જોયું. પરંતુ ગ્રંથસાહેબની આ રીતની માવજતને સ્વામી દયાનંદ મૂર્તિ પૂજા તરીકે જ ઘટવે છે અને કહે છે. 11 “શંખે જોકે મૂર્તિ પૂજા કરતા નથી છતાં પણ ગ્રંથસાહેબની પૂજા મૂર્તિ પૂજા કરતાં પણ વધારે છે. શું એ મૂર્તિપૂજા નથી ? મૂર્તિપૂજા એટલે કોઈ ભૌતિક પદાર્થને વદન કરવું અથવા તેની પૂજા કરવી. જેમણે મૂર્તિ પૂજાને અમે ઘણે પિસ મેળવ્યું છે એવા મૂર્તિપૂજકોની માફક શીખેએ પણ કર્યું છે. જેમ મૂર્તિપૂજક પિતાની મૂર્તિઓના લોકોને જાહેરમાં દર્શન કરાવે છે અને મૂર્તિઓને 10 બ્રાહ્મીનિઝમ એનડ હિન્દુઈઝમ - પા. 177 11 સત્યાર્થ પ્રકાશ, પા. 63