________________ શીખધર્મ 225 આ કળિયુગ એક ચપુ જેવો છે. રાજાઓ ઘાતકી છે. જગતમાંથી ન્યાય અદશ્ય થયો છે. અસત્યની અમાવસ્યાની આ રાત્રિએ સત્યને ચંદ્ર કદીયે ઊગશે નહિ. 3 આ પછી નાનકે બાહ્ય વસ્ત્ર ધારણમાં હિંદુ અને મુસ્લિમ એવાં વસ્ત્રો પરિધાન કર્યા. એક દિવસ એમણે મૌનવ્રત કર્યું અને ત્યાર પછીના બીજા દિવસે એમણે શીખધર્મના જે કથનમાં શીખધર્મના બીજ રહેલાં છે એ રહસ્યમયે મહાન સત્ય ઉચ્ચાયું : “કઈ હિંદુ નથી, તેમ કઈ મુસલમાન પણ નથી.” એ પછી પિતાને જે જ્ઞાનપ્રાપ્તિ થઈ એને પ્રચાર કરવાને માટે નાનકે અનેક પર્યટન કર્યા. તેઓ સિલેન અને મક્કા સુધી પણ ગયા હતા એમ નેંધાયું છે. એમની ધર્મપ્રચારની રીત સરળ હતી અને લેકને સાચા ધર્મને ખ્યાલ આપવાને માટે તેઓ બળને નહિ પરંતુ સનેહ અને સમજણનો આશ્રય લેતા હતા. નાનકે અન્ય ધર્મો તરફ દાખવેલ વલણ કેવું હતુંતેને ખ્યાલ તેમણે હિંદુઓની લાગણી દુભાવી હતી તેના પરથી આવી શકે. એમણે જૈનોને પણ ઉપહાસ કર્યો. તેઓ કહેતા, “જૈને પિતાના વાળ ખેંચી નાંખે છે, તેઓ મેલું પાણી પીએ છે, તેઓ ભક્ષા માગે છે અને બીજાનું ઉચ્છિષ્ટ ખાય છે.”૬ પરંતુ આ બાબતનો ઈન્કાર કરતાં એમણે સકાચ અનુભવ્યો નથી. એમણે કહ્યું કે, “હું પવિત્ર નથી, હું સત્યવાદી નથી, હું વિદ્વાન નથી. હું જન્મથી જ મૂર્ખ છું.”૭ એ જ પ્રમાણે ટ્રમ્પ નોંધે છે “સતદિવસ હું નિંદા કરું છું. હું નીચ અને નિરુપયોગી છું. હું મારા પડોશીના ઘરને લેભ રાખું છું. કામ અને ક્રોધરૂપી. ચંડાળો મારા હૃદયમાં વસે છે. હે જગતના સર્જનહાર ! હું શિકારીની જેમ રહું છું. હું સાધુનો વેશ ધરી બીજાઓને જાળમાં ફસાવું છું. ગારાઓના દેશમાં હું પણ એક ઠગારે છું. હું નિમકહરામ છું. તેથી તે મારે માટે જે કંઈ કર્યું છે તેની હું ગુણ માનતો નથી. હું દુષ્ટ અને અપ્રમાણિક છું, તેથી હું મારું મેં તને શી રીતે બતાવી શકું ?" 3 ટ્રમ્પ-ગ્રંથનું ભાષાંતર, પા. 170 4 એ જ, પા. 37 5 એજ, પા. 47-49; 60-61; 135-136 6 એજ, પા. ૧૫૦–૧૫ર. 7 હેસ્ટિંગ્સ એનસાઈક્લોપેડેયા ઑફ રિલિજિયન ઍન્ડ ઈથિક્સ, 9H 183 _8 ટ્રમ્પ, પા. 38 ધમ 15