________________ ધનું તુલનાત્મક અધ્યયન 3. શીખધર્મને વિકાસ : નાનકના જીવનકાળ દરમ્યાન હિંદુઓમાંથી તેમ જ મુસલમાનોમાંથી એમના ધર્મમાં અનેક અનુયાયીઓ જોડાયા હતા. ગુરુ નાનક પિતે ગૃહથી હતા અને એમને શ્રીચંદ અને લક્ષ્મીદાસ નામના બે પુત્રો હતા. આમાંથી શ્રીચંદે સંન્યસ્તવત પર ભાર મૂકીને ઉદાસીઓને ના પંથ સ્થાપ્યો હતો. એથી ગુરુ નાનકના મૃત્યુ પછી પિતાના સ્થાનનું કાર્ય એમણે લહીન નામના એક ભક્ત શિષ્યને સોંપ્યું. તેમણે એમને પિતાની ગાદીએ બેસાડયા અને એનું નામ અંગદે પાડયું. નાનકના ઉપદેશમાં ગુરુનું મહાત્મય સવિશેષ છે. ગુરુ વિના જ્ઞાન પ્રાપ્ત થતું નથી તેમ જ ગુરૂ વિના મોક્ષ પણ મેળવી શકાતું નથી એમ શીખધર્મો સ્વીકાર્યું છે અને એથી જ નાનક પિતે જ ગુરુ કહેવાય છે, એટલું જ નહિ એમના પછી બધા જ ગાદીપતિઓ ગુરુપદ પામ્યાં છે. ગુરુ નાનક પછી શીખધર્મના વિકાસને સમજવા માટે ગુરુ-પરંપરાને ઉલ્લેખ અનિવાર્ય છે. ક, ગુરુ અંગદે (ઈ. સ. 1508 થી 1552) : અંગદેને પિતાની ધર્મગાદીએ નાનકે પિતે જ બેસાડ્યા હતા. એમનાં બે કાર્યો મહત્વનાં છે. એક તે એમણે ગુરુમુખી લિપિને આખા પંજાબમાં વિસ્તારી અને એમ કરીને એમણે ભાષાની દૃષ્ટિએ પંજાબ પ્રદેશની વિશિષ્ટ સેવા કરી. એમનું બીજું મહત્ત્વનું કાર્ય તે નાનકને પરમાત્માતુલ્ય માનવાને શીખધર્મમાં દાખલ કરેલે સિદ્ધાંત.. ગુરુ નાનકે પિતાને માટે આ ભાવ કદીયે ક નથી. એથી ઊલટું એમણે પિતાની મર્યાદાઓ અને પિતાની તુચ્છતા અનેક વખત સ્વીકારીને તે વિશે કહ્યું છે એ આપણે ઉપર નોંધ્યું છે. આમ છતાં ગુરુભક્તિ ધાર્મિક જીવનમાં કેવી ધાર્મિક માન્યતાઓ તરફ લઈ જાય છે એનું આ એક ઉદાહરણ છે. ખ. ગુરુ અમરદાસ (ઈ.સ. ૧૫પર થી 1574) : ગુરુ અમરદાસ સ્વભાવ અને પ્રકૃતિએ શાંત અને નરમ હતા. ધર્મ સંગઠન માટે એમને ઉત્સાહ અદ્વિતીય હતો. સંઘશક્તિ પર એમણે સતત ભાર મૂકો. શીખધર્મમાં યાને સ્થાન નથી, એમાં મૂર્તિપૂજાને પણ સ્થાન નથી, માત્ર ગુરુના 8 કેટે હેનરી, હિસ્ટરી ઓફ ધી શીન્સ, પા. 11