________________ 224 ધર્મોનું તુલનાત્મક અધ્યયન રામાનુજાચાર્યની પરંપરાને અનુસરીને રામાનંદી ભક્તિમાર્ગે અનેકેશ્વરવાદને સ્વીકાર કરતાં ભજનો આમજનતામાં પ્રચલિત કર્યા, અને રામાનંદ એક અદ્વિતીય ગુરુ તરીકે સ્વીકારાયા. એમના શિષ્ય કબીરે એથી યે સવિશેષ એકેશ્વરવાદની ભાવના. ઝીલીને ભક્તિનો સ્ત્રોત આગળ વધાર્યો, એટલું જ નહિ પરંતુ ઇસ્લામના અલ્લાહ અને હિંદુના બ્રહ્મા અલગ નથી એવી બ્રહ્મએકત્વની વાત પણ આગળ ધરી. ર. ગુરુ નાનક આવી પશ્ચાદભૂમાં ગુરુ નાનકને ઈ. સ. ૧૪૬ત્માં જન્મ થયો. તેઓને જન્મ લાહોરના એક હિંદુ ક્ષત્રિય કુટુંબમાં થયો. એમના ઉપર કબીરપંથની તેમ જ મુસ્લિમ એકેશ્વરવાદની અસર વિપુલ પ્રમાણમાં હતી. એમનું બાળપણ સામાન્ય માપદંડથી જોઈએ તે કંઈ સવિશેષ ન હતું. પરંતુ બાળપણથી જ ધર્મભાવના પ્રબળ રીતે ખીલી હતી એ સ્પષ્ટ રીતે માલૂમ પડે છે. એમની સાત વર્ષની ઉંમરે એમના એક હિંદુશિક્ષક ને એમણે કહ્યું કે, “પ્રભુને જાણવા વેદને અભ્યાસ કરવા કરતાં પરમાત્માની કૃપા પ્રાપ્ત કરવી એ જ વધારે મહત્ત્વનું બને છે૧. એ જ પ્રમાણે જગતના સામાન્ય વ્યવહાર પ્રત્યે એમને ખાસ આકર્ષણ ન હતું. એક દિવસ સ્નાન પછી જંગલમાં એમને પ્રભુદર્શન થયાં અને તેમને ઈશ્વરને સાક્ષાત્કાર થયું. ઈશ્વરે તેમને અમૃતને વાલે આપ્યું અને કહ્યું : “હું તારી સાથે જ છું. મેં તને સુખી બનાવ્યું છે. અને જે લોકો મારું નામ જપશે એમને પણ હું સુખી કરીશ. તું જા અને મારા નામનો જપ કર અને બીજાઓને પણ તેમ કરવા કહે. જગતના પ્રવાહમાં તું તણાઈશ નહિ તું મારા નામનો જપ કરજે, દાન કરજે. સ્નાન, પૂજા અને ધ્યાન ધરજે. મારું નામ ઈશ્વર છે, પરબ્રહ્મ છે અને તું દૈવી ગુરુ છે.” નાનક જ્યારે ત્રણ દિવસ પછી જંગલમાંથી ઘેર આવ્યા ત્યારે પિતાની પાસે જે હતું તે બધું જ ગરીબોને વહેચી દીધું. આથી સામાન્ય લેક એમને કંઈ ભૂત-પ્રિત વળગ્યું હોય એમ માનવા લાગ્યા. પરંતુ નાનક એમની રીતે આગળ વધતા જ ગયા. પિતાના સમય ઉપર સ્પષ્ટપણે વ્યક્તવ્ય આપતા એમણે કહ્યું, 9 એકાઉલિફ –ધી શાખ રિલિજ્યિન, ઈટસ ગુરુક્ષ, સેક્રેડ રાઈટિંગ્સ ઍન્ડ થર્સ, ગ્રંથ 1, પા. 8 2 ટ્રમ્પ, ગ્રંથનું ભાષાંતર, પા. 33-35.