________________ 2.8 શીખધર્મ 1. સામાન્ય : ઈ. સ. પૂર્વે છઠ્ઠી સદીનું ધર્મના ઈતિહાસમાં મહત્વ છે તેવું ઈ સની પંદરમી સદીનું પણ મહત્ત્વ છે. આ સદીમાં યુરોપમાં અને હિંદુસ્તાનમાં એક પ્રકારની જાગૃતિ આવી અને પિતાની બૌદ્ધિક અને આધ્યાત્મિક જવાબદારીને એક સ્પષ્ટ ખ્યાલ પ્રવર્યો. આ સદીની આગળ યુરોપમાં ખ્રિસ્તી ધર્મમાં અને હિંદુસ્તાનમાં હિંદુધર્મમાં તેમ જ હિંદુસ્તાનના ઈસ્લામધર્મમાં પણ કેટલાંક દૂષણે પ્રવેશી ચૂક્યાં હતાં. આ એ સદી છે જ્યારે યુરોપમાં ખ્રિસ્તી ધર્મમાં માર્ટીન લ્યુથર અને કાવીને ખળભળાટ મચાવ્યો અને ખ્રિસ્તી ધર્મના નવા પથેની સ્થાપના થઈ એ જ સમય દરમ્યાન હિંદુસ્તાનમાં પણ દંભ, મૂર્તિપૂજા અને પુરોહિતવાદની સામે એક જુવાળ ઊઠયો. આ સમયમાં હિંદુસ્તાનમાં રામાનુજાચાર્યે પ્રબોધેલ ભક્તિધર્મ એકતરફ વિસ્તાર પામી રહ્યો હતો, તો બીજી બાજુએ શૈવધર્મનો પ્રચાર પણ એટલી જ વરિત ગતિએ થઈ રહ્યો હતો. હિંદુધર્મની સાથેના મુસલમાનધર્મના સંપર્કને ચાર વર્ષ થયા હતા. એની અસર એકતરફે હિંદુધર્મમાં સ્વીકારાયેલ અને કેશ્વરવાદની ભાવના, જે વખતોવખત અનેકેશ્વરવાદનો ઓ૫ ધરતી હતી, તેને સબળ પ્રેરણા મળી, તે બીજીતરફે હિંદુધર્મના સંપર્કને પરિણામે મુસલમાનધર્મના ઝનૂનના પૂર ઓસરવા માંડયા.