________________ જરથુસ્તધર્મ 193 માણસ ભલે ગરીબ હોય કે તવંગર, પરંતુ તેણે ધર્મિષ્ઠ માણસને પ્રમભાવ રાખવો જોઈએ. પરંતુ જે જૂઠે છે, તેની સાથે તે તેણે ખરાબ રીતે જ વર્તવું જોઈએ. 25 તેમની સામે હથિયાર લઈને ઊભા થઈ જાઓ અને લઢો.”૨ 6 “આ ફરસીના ભાલાથી તમે બધાને મારી નાખે.”૨૭ “ફરસીના ભાલામાં અજબ શક્તિ રહેલી છે.”૨૮ તેની પાસે બે ભાલે છે અને તે ઈશ્વરની ભક્તિ કરે છે. 28 હિંસાના ઉપયોગને આવી રીતે બીરદાવનાર ધર્મોમાં જરથુસ્ત ઉપરાંત ઈસ્લામધર્મ પણ છે, જે બાબત આપણે ઇરલામધર્મમાં જેહાદના વિચારની ચર્ચા કરતી વખતે અવલોકીશું. એ જ પ્રમાણે જરથોસ્તી ધર્મમાં સંન્યાસ, ત્યાગ વૃત્તિ કે તપશ્ચર્યા કે નિષ્ક્રિયતાની વાત જોવા મળતી નથી. ખેતી કરવી અને ગૃહસ્થ બનવું એ પણ ધર્મજીવન માટે આવશ્યક છે, અને એ રીતે પણ ધર્મનું વ્યવહારમાં આચરણ થઈ શકે.. જે માણસ અનાજ, ઘાસ અને ફળ વધારે પ્રમાણમાં વાવે છે તે ધર્મના બીજ વાવે છે, તે મઝદના ધર્મની પ્રગતિ કરે છે. જે માણસ બિલકુલ ખાતે નથી, તેનામાં પવિત્ર કામ કરવાની શક્તિ હોતી નથી.”૩૦ આમ, દેહકષ્ટની જરથોસ્તધર્મમાં વાત નથી, તેમ જ સતત કાર્યરત રહેવાની પણ આ ધર્મ આજ્ઞા કરે છે. ગૃહકથી જીવનના સ્વીકાર છતાં એમાં પવિત્રતાને ભંગ ન થવો જોઈએ એમ ભારપૂર્વક કહેવાયું છે. આથી વિપરીત આચરણ કરનારાઓને પાપીઓ તરીકે ગણાવવામાં આવ્યા છે. આમ, આપણે એ જોઈ શકીશું કે જરથુસ્તને મહત્ત્વને આદેશ–અનિષ્ટોને સામનો કરે અને પવિત્ર જીવન છે” એવો છે. જીવન એ અનિષ્ટ સાથે 25 યગ્ન, 47 : 4; 73 : 2-3. 26 યસ્ત, 31 : 18. 27 યગ્ન, 31 : 18. 28 યગ્ન, 12 : 9. 29 યગ્ન, પ૭ : 1. 30 સેકંડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4 : 29, 31. ધર્મ 13.