________________ ઈસ્લામધર્મ 219 ખિલાફતનો મૃત્યુઘંટ વગાડ્યો ત્યાં સુધી આ પરંપરા ચાલુ રહી છે. મુસલમાનોને બહુ મોટો સમુદાય સુન્ની પંથીઓ છે. ખિલાફતના અંત પછી ઇમામના નેતૃત્વ હેઠળ સુનીઓ એમની પ્રાર્થના કરે છે. આ બે પંથે ઉપરાંત ઈસ્લામના બીજા ત્રણ પંથે વિશે સામાન્ય માહિતી આપવી યોગ્ય રહેશે. ખવારિજ : ઓથમાનનું મૃત્યુ કરવામાં આવ્યું તે પછી અલિને પક્ષ છેડીને ખવારિજે ઈરાનમાં સ્વતંત્ર થયા. અલિનું ખૂન પણ એક ખવારિજે જ કર્યું એમ કહેવાય છે. આ પંથના અનુયાયીઓ ઇસ્લામના જેહાદના વિચારને પ્રાધાન્ય આપે છે અને એને પિતાની પ્રથમ ફરજ તરીકે સ્વીકારે છે. ખવારિજના પણ પેટાપ છે. એમાંને એક પંથ એમ માને છે કે ભવિષ્યમાં ઈરાનમાંથી એક પયગંબર આવશે અને તેઓ એક નવો ધર્મ સ્થાપશે. આ ઉપરાંત, સૂફીમત અને બહાઈમનની અન્યત્ર વિચારણા કરવામાં આવી છે. 7. સ્વર્ગ અને નર્ક : જગતને અંત આવે ત્યારે બધા મૃત્યુ પામેલા ફરી જીવતા થશે૪પ અને અલ્લાહ બધાને ન્યાય તોલશે; એ ઉપદેશ મહમદે અનેક વેળા આપે છે. એટલું જ નહિ પરંતુ એમણે એટલે સુધી કહ્યું છે કે, “ભવિષ્યમાં એક એવો દિવસ આવશે જ્યારે અલ્લાહ પાપી લેકોને શિક્ષા કરશે અને પુણ્યશાળી ને સાર ફળ આપશે.”૪૭ એમણે એ પણ સમજાવ્યું છે કે અલ્લાહ પર શ્રદ્ધા રાખનાર અને પવિત્ર જીવન જીવનારને માટે રવર્ગમાં સ્થાન નિશ્ચિત છે, અને ત્યાં, એમને કેવા પ્રકારના આનંદ પ્રાપ્ત થશે અને ખ્યાલ આ રીતે મળે છે. ખરેખર, જે માણસો પવિત્ર છે તે બાગ-બગીચામાં પરમેશ્વરે આપેલા અનેક જાતને આનંદ ભોગવશે. તમે જે સારાં કાર્યો કર્યા છે તેના બદલામાં ખાઓ, પીઓ અને મઝા કરો અને પલંગમાં આનંદ કરો. તમને વિશાળ નયનેવાળી સુંદર સ્ત્રીઓ સાથે 45 રોડવેલ, 50 : 41 46 એજ, 74 : 8-10; 96 : 8 47 એજ, 7 : 5-8; 21 : 48