________________ 218 ધર્મોનું તુલનાત્મક અધ્યયન થવો ઘટે. આવી રીતે અનુમાન દ્વારા પ્રાપ્ત થયેલ તારણોને “ક્યિાસ” તરીકે ઓળખાવાય છે. ચોથું, ઈજતીહાદ : ઇજતીહાદ એટલે અર્થધટન. ઉપરના એક કે વધારે આધારને આશરો લઈ જેમણે ઇસ્લામ વિશે અર્થધટન કર્યું એવા વિદ્વાને માં નીચેનાને સમાવેશ થાય છે. ઇમામ અબુહનીફા (ઈ. સ. 699 થી 776) ઇમામ માલિક (ઈ. સ. 711 થી 793). ઈમામ અસસારૂઈ (ઈ. સ. 776 થી 820 ) ઈમામ અહમદબીન હલબલ (ઈ. સ. 780 થી 855) આ ઇમામોએ આપેલ વિદ્યા અથવા ઇલમમાં એકસરખાપણું નથી અને હાઈ પણ કેવી રીતે શકે? તેઓ મુજાહિદ હતા અને એમણે ધર્મની એમની દષ્ટિએ તર્કબદ્ધ રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો. 6. ઈસ્લામના મુખ્ય પથ : ઈલામના બે પ્રચલિત મુખ્ય પંથે સુન્ની અને શીયા તરીકે ઓળખાય છે. શીયા : શીયા પંથીઓ માને છે કે મહમદના વારસદાર એમના વંશમાંથી જ હોવાનું જોઈએ અને તેથી તેમની દષ્ટિએ મહમદ પછી ખિલાફત પ્રાપ્ત કરવાને સાચે હક અલિને હતે. આમ છતાં, અબુબકર, ઉમર અને એથમાન, અલિ આગળ ખલીફ તરીકે આવ્યા. તેમને સાચા ખલીફાઓ તરીકે રવીકારી શકાય નહિ. અલિ. એ જ સાચા ખલીફ છે. તેઓ અને એમના વંશવારસો જ ખલીફ તરીકે સ્વીકારી શકાય. શીયાઓમાં પણ અનેક પેટા–પંથે છે. તેને આધાર તેઓ ઇમામની સંખ્યા કેટલી રવીકારે છે એના પર છે. દાઉદી વહોરા, ખજા, ઈસ્માઈલીઓ વગેરેને શીયા પંથમાં સમાવેશ થાય છે. સુન્નીઃ જેઓ ખલીફાની પરંપરામાં માને છે તેઓ સુન્ની પંથી છે. ખિલાફત વંશ પરંપરાગત નહિ પરંતુ અનુયાયીઓના સ્વીકારથી જ પ્રાપ્ત થઈ શકે એમ તેઓ માને છે. અબુબકર પહેલા ખલીફા હતા અને ૧૯૧૮માં કમાલપાશાએ સુન્ની