________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન પરણાવીશું અને તમને ગમતા ફળ અને માંસ આપીશું.”૪૮ સ્વર્ગનું બીજું ચિત્ર આપતા કહેવાયું છે : “આનંદદાયક બાગોમાં અને સેનાના પલંગમાં તેમની આજુબાજુ જુવાન માણસે પંચપાત્રો, કુંજે અને મદિરાને વાલે લઈને ફરશે. આથી એમનું માથું નહિ દુઃખે, તેમની બુદ્ધિ પણ તીવ્ર થશે. તેમનાં કર્મોના બદલામાં તેમને રૂચિકર ફળે અને માંસ અને મોતીના જેવી તેજસ્વી અને વિશાળ આંખેવાળી સ્ત્રીઓ આપવામાં આવશે.”૪૮ સારાં કર્મોને માટે જેમ સ્વર્ગપ્રાપ્તિ સૂચવી છે તેમ દુષ્કૃત્ય કરનારને માટે નરક નિશ્ચિત છે અને એ નરકમાં એમને વિવિધ પ્રકારનાં દુઃખ ભોગવવા પડે છે. ત્યાં સંપૂર્ણ અશાંતિ હોઈ એમને કોઈ જાતની શાંતિ નહિ મળે.૫૦ તે ઉપરાંત નરકની ભયંકરતાનો ખ્યાલ આપતા કહેવાયું છે : “ખરેખર ! પાપી માણસને માટે નરક છે. ત્યાં તે મરશે પણ નહિ અને જીવશે પણ નહિ.૫૧ ત્યાં મરણ નથી, એ અર્થમાં કે ત્યાં દુઃખને અંત નથી. ત્યાં જીવન નથી, એ અર્થમાં કે ત્યાં કોઈ સુખ નથી. આવી ભયંકરતાને ખ્યાલ આપતા કહેવાયું છે: “ખરેખર ખરાબ કામ કરનારાઓ માટે અગ્નિ તૈયાર કર્યો છે. અને આ અગ્નિ તેમની આજુબાજુ ફરી વળશે. જે તેઓ મદદ માટે બૂમ પાડશે તે તેમને ગરમ કરેલું પિત્તળના જેવું પાણી આપવામાં આવશે, જેથી તેમના મુખ સુકાઈ જશે.પર 8. દેવદૂતની માન્યતા નર્કના આવા ભયભીત ખ્યાલ સાથે ઇસ્લામમાં દેવદૂતની એક આશાવંત માન્યતા પણ રજૂ થઈ છે. દુષ્કૃત્ય કરનાર માણસોને ક્ષમા આપવાને માટે આ દેવદૂતે મદદ કરે છે અને અલ્લાહની સાથે મસલત ચલાવે છે.પ૩ આ દૂતમાં જિબરેઈલને મહાદૂત તરીકે સ્વીકારવામાં આવ્યા છેપ૪ અને તેમને પવિત્ર આત્મા તરીકે ઓળખવામાં આવે છે૫ 48 સેક્રેડ બુક્સ ઑફ ધી ઈસ્ટ, 9 : 249 49 એજ, 9 : 263 50 રેડવેલ, 14 H 34 51 સેક્રેડ બુક્સ ઓફ ધી ઇસ્ટ, 9 : 39 ૫ર એજ, 9 : 17 53 રોડવેલ, 40 : 7-9 42 : 3 54 એજ, 2 H 91 55 એજ, 2 : 81