________________ ઈસ્લામ ધર્મ 217 આવ્યું. ત્યાર પછી તે ઇસ્લામ ધર્મના લગભગ સીત્તેર જેટલા પંથે પડયા. એ બધાને ઉલ્લેખ આપણે અહીંયાં નહિ કરીએ. આમ છતાં, એમાંથી ઇસ્લામના ઈશ્વરવાદના પરિવર્તનની થતી પ્રક્રિયાનો થોડે ખ્યાલ આપી ઈસ્લામના મુખ્ય પંથો અંગે થેડી વિચારણું કરીશું. પ. ઇસ્લામના ઈશ્વરવાદના ફેરફારો : ઈસ્લામધર્મને વિકાસ અનેક દેશમાં થયો એ આપણે જોયું. ઉમર પછીના સમયમાં તે ઇસ્લામનો ફેલાવો હિંદુસ્તાન, તુર્કસ્તાન, મધ્ય એશિયા, ઉત્તર આફ્રિકા, સ્પેન વગેરે વિવિધ દેશોમાં પણ થયે. જેમ જેમ ઈસ્લામને પ્રાદેશિક વિસ્તાર થતો ગયો તેમ તેમ એને માટે કેટલાક નવા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા રહ્યા. નવા પ્રદેશની સાથે ઈસ્લામની માન્યતાઓને કઈ રીતે બંધબેસતી કરવી એ સર્વ પ્રશ્નોમાં મહત્તવને પ્રશ્ન હતા. પયગંબરે આપેલા ઉપદેશમાંથી મૂળ અને મહત્ત્વનું કર્યું અને કેટલું છે અને એમાં ઉદ્દબોધાયેલ એવું કહ્યું અને કેટલું છે કે જેનો ઈન્કાર કરી શકાય? આમ કરવાને માટે ક્યા આધારે પ્રાપ્ત થઈ શકે? આ અંગે કેટલાક સંભવિત વિકલ્પ નીચે મુજબ છે : એક, ઇજમા : - ઈજમા એટલે ધર્મના ઉપદેશકોમાં સર્વકાળે અને સર્વ સ્થાને એમના અભિપ્રામાં એકવાક્યતા હોય એને સ્વીકાર કરે. જે કઈ બાબત કુરાનમાં ઉલ્લેખાયેલી ન હોય પરંતુ એમના ઉપદેશકે એ બાબતને એકમતે ખરી તરીકે સ્વીકારે તો એનો સ્વીકાર કરવો. બીજુ, સુન : સુન્નાને અર્થ થાય છે રિવાજ. પયગંબરના જીવનની અનેક વિગત કુરાનમાંથી મળે છે. પરંતુ એમના જીવનની સર્વ આદતોને કુરાનમાં ઉલ્લેખ ન હોય તેવી બાબતો પણ એક મુખથી બીજે મુખ આવતાં પ્રાપ્ત થાય છે. આ વ્યક્તિઓ પણ ધર્મોપદેશક હોય છે. પયગંબરનાં કાર્યો અને એમના આચરણ 'વિશે આવી વાતો પ્રાપ્ત થાય છે, આવી વાતને “સુન્નાતરીકે ઓળખાય છે. ત્રીજુ, યિાસ : પયગંબરના ઉપદેશમાંથી જે તે ઉપદેશમાં શું રાખવા જેવું છે એનો એક આધાર “કિયાસ” છે અને ઉપદેશમાંથી તારણ કાઢવામાં આવે છે અને તે અનુમાન પર તેમ જ તીવ્ર તર્કશક્તિ પર આધારિત હોય છે તેમને પણ સ્વીકાર