________________ ઈસ્લામ ધર્મ 215 કરે છે. એમના મતાનુસાર કુરાન એક જ સમયે પ્રાપ્ત થયેલ ગ્રંથ કહી શકાય નહિ. એમાં ત્રણ જુદા જુદા સમયે ઓળખવાની જરૂર છે. એ સમય-વિભાગે તેઓ નીચે પ્રમાણે આપે છે. શરૂઆતને સમય : આ સમયના ઉપદેશોમાંથી બહુ જ થેડા પ્રાપ્ત છે અને અલ્લાહની પ્રાર્થનાને માટે તેમ જ એમના સ્વરૂપને માટે વપરાયેલા શબ્દો સિવાયની હકીક્ત પ્રાપ્ત નથી. કુરાન સમય : આ સમયમાં એમની મક્કાની શરૂઆતની પ્રવૃત્તિઓ તેમ જ એમના મદીનાના પ્રથમ બે-ત્રણ વર્ષોના વસવાટ દરમ્યાન એમણે આપેલ અલ્લાહ-દર્શનના ખ્યાલને અહેવાલ કુરાન તરીકે પ્રાપ્ત છે. પુસ્તક સમય: હિજરી સંવત ૨ની આસપાસ આ સમય શરૂ થાય છે અને આ સમયમાં અલ્લાહના આદેશનું પુસ્તક મહમદ તૈયાર કરે છે. 4 ઈસ્લામને વિકાસ : મહમદના જીવનકાળ દરમ્યાન ઇસ્લામની ઉત્પત્તિ શી રીતે થઈ અને એમના જીવનકાળ દરમ્યાન ઇસ્લામને વિકાસ શી રીતે થયે એ આપણે આગળ જોયું. ઈ. સ. ૬૩૨માં મહમદના અવસાન પછી ઈસ્લામનો વિકાસ કઈ રીતે થશે એને આપણે અહીંયાં વિચાર કરીએ. અબુબકર : મહમદના પ્રથમ અનુયાયીઓમાં એમના પત્ની ખાદીજા, અબુબકર, એમના દત્તક પુત્ર અંલિ તથા દિને સમાવેશ થતો હતો, એ આપણે ઉપર જોયું. મહમદના મૃત્યુ પછી એમના દત્તક પુત્ર અલિ નહિ પરંતુ અબુબકરે ઇસ્લામનું નેતૃત્વ લીધું. એમણે પોતાને માટે “ખલીફને ઈલ્કાબ ધારણ કર્યો. ખલીફ એટલે અનુગામી. અબુબકરની વ્યવસ્થા-શક્તિ અદ્વિતીય હતી અને એમનું ચારિત્ર્ય સબળ હતું. મહમદની સિરિયા પર આક્રમણ લઈ જવાની અધૂરી રહેલી મુરાદ અબુબકરે સૌ પ્રથમ હાથ ધરી, અને ત્યાર પછી એમણે ઇસ્લામ ધર્મના ફેલાવાને માટે અપૂર્વ શ્રદ્ધાથી પ્રયત્ન આદર્યો, અને એ ફેલાવામાં બળને આશ્રય લેવાનું પણ તેઓ ચૂક્યા નહિ. ઇસ્લામના ખલીફ તરીકે બે વર્ષ રહી ઈ. સ. ૬૩૪માં તેઓ અવસાન પામ્યા.