________________ ઇસ્લામધર્મ 213 મોઝીઝને હિબૂ તારાહ, ડેવિડને ઝાબૂર (પ્રાર્થનાઓ), જિસસને ઈન્જિલ (ઉપદેશ) અને મહમદને કુરાન આપ્યું છે. | કુરાનમાં અલ્લાહ મહમદની સાથે વાતો કરતા હોય છે અને કેટલીક વખત મહમદને પિતાના પ્રતિનિધિ તરીકે બોલાવતા હોય એ રીતની રજૂઆત છે. કુરાન વિશેની રેડવેલની તેમ જ રિચાર્ડ બેલની માન્યતાઓ અંગે આપણે અહીં થડી વિચારણા કરીશું. પરંતુ તે પહેલાં સામાન્ય સ્વરૂપની થોડી વાત કરી લઈએ. કુરાનના ઉપદેશ પરથી એમ લાગે છે કે એમાં પ્રાપ્ત થતી બાબતો એક કરતાં વધારે સ્થાનેથી મેળવાયેલ છે. જેમ કે કેટલીક બાબતે અરબી રૂઢિ માન્યતાએમાંથી અને અરબી લેકકથાઓમાંથી પ્રાપ્ત થયેલ હોય અને એ જ પ્રમાણે રાક્ષસ, દેવદૂતે, છેલ્લા ન્યાયને દિવસ અને પુનરુત્થાનના વિચારો જરથુસ્તધર્મમાંથી પ્રાપ્ત થયા હોય; એ જ પ્રમાણે યહૂદીઓના જૂના કરારની કેટલીક વાતે પણ કુરાનમાં સમાવિષ્ટ છે; એ જ પ્રમાણે ખ્રિસ્તી ધર્મના મસીહ તેમ જ જિસસ ક્રાઈસ્ટના ઉલ્લેખ પણ પ્રાપ્ત છે. કુરાનનાં પ્રકરણોની ગોઠવણીને સિદ્ધાંત વિસ્મયકારક છે. કારણ કે પ્રકરણની ગોઠવણી તેમના કદ આધારે થઈ હોય એમ લાગે છે. 286 આયાતો ધરાવતું સૌથી લાંબું પ્રકરણ શરૂઆતમાં છે અને એ ક્રમ અનુસાર છેવટના પ્રકરણમાં માત્ર ત્રણ આયા છે.. મહમદ મદીના ગયા અને ત્યાં જે સમય પસાર કર્યો તે એમના જીવનને શ્રેષ્ઠ કાળ છે. એ સમયે એમણે એમને બેધ ટૂંકાં સૂત્રોમાં આવે. એ સૂત્રને પણ કુરાનમાં સમાવેશ થયેલ છે. એ ગાળાના એમના ઉદ્દબોધે એકેશ્વરવાદની ભાવનાથી ઓતપ્રોત થયેલા છે અને એક અલ્લાહના એમણે રજૂ કરેલા વિચાર, તેમ જ અલ્લાહના એક શિષ્ય તરીકે પિતે છે, એ વિચારે એમણે રજૂ કર્યા, તેનો ઉલ્લેખ આપણે ઉપર કરેલ છે. મહમદ જ્યારે મદીના પહોંચ્યા ત્યારે આરબ, ખ્રિસ્તી અને ન્યૂ ધર્મના અનુયાયીઓએ એમને પ્રશ્ન કર્યો, “તમો અમોને શું શીખવવા ઈચ્છો છો?” અને મહમદે જવાબ આપ્યો, “મારે તમને એ શીખવવું છે કે તમે અલ્લાહમાં માને. અલ્લાહના દેવત્વ અને એના સત્યપણમાં માને અને સમસ્ત માનવજાતને અલ્લાહે જે દેવી દર્શન દીધાં છે એમાં તમે માને. હું એમ ઇચ્છું છું કે તમે એમ માને કે અલ્લાહનો પ્રત્યેક દૂત હંમેશાં સાચો સંદેશ લાવ્યો છે. નથી ઈચ્છો કે તમે મને અલ્લાહ તરીકે સ્વીકારે. હું તે તમારા જે જ એક માનવી