________________ 214 ધર્મોનું તુલનાત્મક અધ્યયન છું. હું પતનને પાત્ર છું. હું ઈચ્છું છું કે તમે ગરીબ અને નબળા લેકે તરફ દયાભાવ રાખો. હું એ પણ ઇચ્છું છું કે તમારા વિચાર અને આચારમાં તમે નિર્મળ રહે.”૪૨ આ ઉપરથી સ્પષ્ટ થશે કે મહમદ મદીના હતા એ સમયે એમણે કયા પ્રકારને ઉપદેશ આપે છે. પિતે આચાર્ય હોવાને, સંપૂર્ણ હેવાને, કે અલ્લાહ હવાને કદીયે દાવો કર્યો નથી. એટલું જ નહિ પરંતુ એમણે પિતાને સર્વ માનવીઓની જેમ એક સામાન્ય માનવી તરીકે ગણવી પતનને પાત્ર પણ ગયા છે. એની સાથે જ જેમને જેમને ઈશ્વરનો સંદેશ પ્રાપ્ત થયો છે એ બધાને સાચે જ સંદેશ પ્રાપ્ત થયે એમ પણ જણાવ્યું. પરંતુ કુરાનમાં આ જ બાબતે સુસંગત રીતે તથા એકધારી રીતે રજૂઆત પામી નથી. એમાં રજૂ થયેલા વિવિધ વિચારે. મહમદના આ શબ્દોની સાથે કઈ રીતે સુસંગત થઈ શકે એ કેયડા સમાન છે. એ કેયડો બે સંભવિત રીતે ઉકેલી શકે. એક તે, એમ માનીને કે મહમદનું મદીનાના વસવાટ દરમ્યાનનું સ્વરૂપ પછીથી પલટાયું; અને બીજુ, એમ માનીને કે કુરાનમાં સમાવિષ્ટ બધાંયે સૂત્રે મહમદનાં નથી અને જે સૂત્રો મહમદનાં છે તે પણ મહમદે રજૂ કર્યા તે રીતે નહિ પરંતુ એમના અનુયાયીઓ જે રીતે સમજ્યા. તે રીતે રજૂઆત પામ્યાં છે. આને અનુલક્ષીને કુરાન વિશે અપાયેલ બે વિચારણાઓ આપણે જોઈએ. ક, રેડવેલને મત : રેડવેલના મતાનુસાર કુરાન મહમદના જીવનકાળ દરમ્યાન તૈયાર થયેલ ગ્રંથ: નથી. મહમદના મૃત્યુ પછી–લગભગ એક વર્ષ પછી અબુબકરે ઉમરના સૂચનથી મહમદના આદેશોને એકત્ર કરવાનું કામ હાથ ધર્યું. આ કાર્ય તેમણે મદીનાના એક અનુયાયી ઝેદ ઇન થેબેટને અર્પણ કર્યું. એમણે ખજૂરીના પાન પર લખાયેલ સામગ્રીમાંથી, શિલાલેખોમાંથી અને માનવસ્મૃતિમાંથી જે કંઈ પ્રાપ્ત થયું એ બધું એકત્રિત કર્યું. આમ, રેડવેલના મતાનુસાર કુરાનમાં અસ્તવ્યસ્ત રીતે, અસંગઠિત પ્રકારે, સુસંગત ન હોય એવી પણ માહિતી કંડારાયેલી છે. ઇસ્લામના સ્થાપક મહમદ એમની પાછળ કેઈ ધર્મગ્રંથ પિતે મૂકતા ગયા છે એ વાતને અહીંયાં ઇન્કાર થાય છે. ખ. રિચાર્ડ બેલને મત રવેલના મતની સાથે અસંમત થઈ રિચાર્ડ બેલ એક ને મત પ્રદર્શિત - ગ્લીસીસ ઓફ વર્લ્ડ રિલિજિયન્સ, જોકે, 1957, પા. 201-202