________________ 212 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઉપર આલેખાયેલ મહમદના જીવનના પ્રસંગો પરથી એ સ્પષ્ટ થશે કે મદીનાના યહૂદીઓએ, મહમદ હીજરત કરીને મદીના ગયા ત્યારે એમને વિરોધ કર્યો ન હતો, પરંતુ જ્યારે તેમણે મહમદની સત્તા સ્વીકારવાનો ઇન્કાર કર્યો ત્યારે મહમદે તેમની સામે હિંસા આચરી. એ જ પ્રમાણે એમની સત્તાનો ઇન્કાર કરનાર મક્કાના રહેવાસીઓ તથા કોરસ જાતિ ઉપર પણ મહમદે વેર લીધું. ધર્મના ફેલાવા માટે અને બિનધનીઓને કનડવા માટે મહમદે સ્પષ્ટ આદેશ આપ્યાં. એમણે કહ્યું: “તમે યુદ્ધ કરે જેથી કોઈ જાતનું તોફાન થાય નહિ અને બધે અલ્લાહને ધર્મ ફેલાય”૩૭ વધુમાં એમણે કહ્યું, “જેઓ અલ્લાહને માનતા નથી તેમની સાથે યુદ્ધ કરે અને જ્યાં સુધી તેઓ પોતાના હાથથી ખંડણી નહિ આપે અને દીન નહિ બને ત્યાં સુધી તેમની સાથે યુદ્ધ ચાલુ રાખે.”૩૮ એટલું જ નહિ પરંતુ જે મુસલમાન નથી તે નાસ્તિક છે તથા દંભી છે. માટે એની સામે ભીષણ યુદ્ધ કરવા અને તેમના પ્રત્યે કડકાઈ રાખવાને આદેશ પણ એમણે આપે.૩૮ ધર્મને માટે યુદ્ધ કરવાને પિતાના અનુયાયીઓને આદેશ આપીને તેઓ એવા ધર્મયુદ્ધ માટે તૈયાર થાય અને એમાં રચ્યા રહે તથા એમ કરતાં જીવનને ભોગ આપવો પડે તો તે આપતાં પણ ખચકાય નહિ એ માટે એમણે કહ્યું : “જે લેકે અલ્લાહના નિમિત્તે લડે છે તેઓને અલ્લાહ ચાહે છે.”૪૦ આમ, એક જ અલ્લાહને સ્વીકાર, મહમહ તેના પયગંબર છે એવી માન્યતા અને કુરાનમાં આદેશાયેલ અલ્લાહ સમીપ રહેવાને માટે એમને શરણે જઈ તે અનુસારનું આચરણ એ ઇસ્લામધર્મની વિશિષ્ટતાઓમાં સમાયેલ છે. 3. ધર્મશાસ્ત્ર : મુસલમાનું ધર્મશાસ્ત્ર કુરાન છે. કુરાન એટલે જે બોલાયું છે કે ગવાયું છે તે. મુખ્યત્વે કરીને મહમદે વખતો વખત ઉપદેશ આપ્યા અને એમણે જે જે કંઈક ઉદબોધ જગતની સાર્વત્રિક સત્તાની પ્રેરણાથી કર્યું તે કુરાનમાં સમાવિષ્ટ થયેલા છે. કુરાનમાં એવો ઉલ્લેખ છે કે૪૧ જગતના લોકોને અલ્લાહે જે ગ્રંથો આપ્યા છે તેમાં 37 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 6 H 167 38 સેક્રેડ બુકસ ઓફ ધી ઇસ્ટ, 6 : 176-177 39 એજ, 9 : 292 40 એજ, 9 : 281 41 રોડવેલ, 29 0 45; ૪ર : 14