________________ ર૧૦ ધર્મોનું તુલનાત્મક અધ્યયન લગભગ પ્રત્યેક ધર્મમાં આવી પ્રાર્થના-વિધિ હોય છે. હિંદુધર્મમાં ત્રિકાલ સંધ્યાનો આપણે ઉલ્લેખ કર્યો છે. પ્રત્યેક સંસ્થામાં આચરવાની વિધિની પણ આપણે વાત કરી છે અને મુસ્લિમ પ્રાર્થના-વિધિ અને હિંદુ પ્રાર્થના-વિધિમાં કેટલુંક સામ્ય લાગશે. આમ છતાં, એક બાબતની અહીંયાં રજૂઆત કરવી જરૂરી છે. ઇસ્લામમાં સમાધિના વિચારને રવીકાર થયેલું નથી. હિંદુધર્મમાં પ્રાર્થનાનું અંતિમ લક્ષ્ય તે સમાધિ છે. ઈશ્વરની સમીપ રહેવું, એનાથી દૂર ન થવું એ એક વાત છે અને ઈશ્વરમય થવું, એની સાથે એકરૂપ થવું એ બીજી વાત છે. ઈશ્વર સાનિય એ ઈલામ પ્રાર્થનાનું લક્ષ્ય છે, હિંદુ પ્રાર્થનાનું લક્ષ્ય છે ઈશ્વર સામંજસ્થ અથવા ઈશ્વર એકાકાર. પ્રત્યેક સાચા મુસલમાને દિવસમાં પાંચ વેળા પ્રાર્થના કરવી જોઈએ એ ઇસ્લામધર્મના ધર્મજીવન માટેના આદેશ ઉપરાંત, ધર્મજીવનના વિકાસ માટેના એમાં બીજા પણ એટલા જ સરળ પ્રકારના આદેશ અપાયેલા છે. એ અનુસાર પ્રત્યેક મુસલમાન નીચે મુજબનું ધર્મજીવન આચરે એવી આકાંક્ષા સેવવામાં આવે છે. એક, કલિમા ? લાએલાહા ઇલ્લલ્લાહ મહમદુર રસુલુલલાહુલ ઈલામને આ સિદ્ધાંત મંત્ર છે. એને અર્થ થાય છે: અલ્લાહ વિના બીજે કઈ ઈશ્વર નથી અને મહમદ અલ્લાહને પયગંબર છે. આ મંત્રનું રટણ પ્રત્યેક મુસલમાને હરદિન કરવું જોઈએ. બે, ઝકાત : ગરીબને દાન આપવું. પ્રત્યેક સાચા મુસલમાનને કુરાનમાં દાન આપવાની ફરજ પાડવામાં આવી છે. આટલું જ નહિ પરંતુ જે કોઈ પ્રથમ વેળા ઇસ્લામ ધર્મ અંગીકાર કરે તેણે એક પ્રકારને કર પણ આપવાનું હોય છે.૩૩ આટલું જ નહિ પરંતુ આ અંગે કહેવાયું છેઃ “જ્યારે તમે લડાઈમાંથી કંઈ પણ લૂંટી 31 આ મંત્ર કુરાનમાં એક સાથે નહિ પણ જુદા જુદા ભાગમાં જોવામાં આવે છે. 47 : 21 તથા 48 : 29 32 રોડવેલ, 2 : 40; 64H 16; 58 : 4 33 એજ, 9 : 5, 11