________________ 208 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અલ્લાહમય જીવનની આ યોગ્ય તૈયારી છે. પરંતુ દિવસની આ પાંચ પ્રાર્થનાઓ ઇસ્લામ ધર્મના અનુયાયીને માટે જવાનું શું પ્રયોજન હોઈ શકે ? આ પ્રોજન સમજાવતા બેકે૨૯ કહે છે. આ પ્રાર્થનાઓ મનેજ્ઞાનિક કલાથી ઘડવામાં આવી છે અને એના સરખો સમીપ પ્રકાર યોગ પદ્ધતિનાં વિવિધ આસનોમાં જોવા મળે છે | મુસિલમ પ્રાર્થનામાં જે આસનો અખત્યાર થાય છે તેમ જ જે શબ્દો બોલાય. છે તેની સમજ પણ તેમણે આપી છે. પ્રાર્થના પ્રત્યેક સંપૂર્ણ વિભાગ–રા'કા તરીકે ઓળખાય છે અને ભક્તિની આઠ જુદી જુદી ક્રિયાનો સમાવેશ કરે છે. પ્રથમ આસનમાં અનુયાયી સીધે ઊભો રહે છે. એની હથેળીઓ એના કાન સુધી ઊંચી ધરે છે. આમ ઊભા રહીને એ કેટલીક પ્રાર્થના કરે છે અને દૈવી અલ્લાહનો આભાર માનતા કહે છે: “બીજા સર્ષ કરતાં અલ્લાહ મહાન છે. " બીજા આસનમાં અનુયાયી ઊભો જ રહે છે અને એના બંને હાથ નીચા રાખીને એના ડાબા હાથ પર એને જમણો હાથ રાખે છે અને પછી બોલે છે: હે અલ્લાહ! તમારો વિજય હો. આપનું નામ પવિત્ર છે અને આપની સત્તા મહાન છે. આપના સિવાય અન્ય કેઈસેવા કે પ્રાર્થના કરવાને પાત્ર નથી.” અને પછી કહે છે બીજા સર્વ કરતા અલાહ મહાન છે. ત્રીજા આસનમાં શરીર આગળના ભાગે કાટખૂણે વાળવામાં આવે છે અને હાથે ઘૂંટણ ઉપર ટેકવવામાં આવે છે અને જેટલી વખત આવી રીતે નમવામાં આવે તેટલી વખત અનુયાયી કહે છે “હે શ્રેષ્ઠ અલ્લાહ! તારો જય હો.” ચોથા આસનમાં અનુયાયી વળી પાછો ઊભો થાય છે અને કહે છે : અલ્લાહ તેને સ્વીકાર કરે છે, જે અલ્લાહ તરફ કૃતજ્ઞ છે. એ અમારા અલ્લાહ! તમને અમારા પ્રણામ. બીજા સર્વ કરતાં અલ્લાહ મહાન છે.” - પાંચમા આસનમાં અનુયાયી પિતાના ઘૂંટણ પર પડે છે અને એની હથેળીને જમીન પર આશ્રય લઈ એનું શીશ ભૂમિને અડકાડે છે. આ આસનમાં અનુયાયી ત્રણ વેળા કહે છેઃ “અલ્લાહ ! સર્વ શ્રેષ્ઠ તારે જય હો. બીજા સર્વ કરતાં અલ્લાહ મહાન છે.” છા આસનમાં અનુયાયી બેસીને ઘૂંટણિયે પડે છે અને એના હાથ કણી પર ટકવાયેલા છે અને ઉપર મુજબની જ પ્રાર્થના કરે છે. , 29. બે કે,. એ. સી., કપેરેટિવ રિલિજિયન, પિજીન, 1967, પા. 285.,