________________ ઇસ્લામધર્મ 207 આમ પિતાના ધર્મ અનુયાયીઓ પિતાને ઈશ્વર સ્થાને ન સ્થાપી દે એ માટે તેઓ કેટલા સંજોગ હતા એને ખ્યાલ આપણે પામી શકીએ છીએ. એટલું જ નહિ પરંતુ આ ઉપરથી એમની એકેશ્વરવાદની ભાવના કેટલી તીવ્ર હતી એને પણ ખ્યાલ આવે છે. ચ. પ્રાર્થનાવિધિઃ મહમદે સ્થાપેલ ધર્મને કેટલાક વિચારકે એમના નામ પાછળ એને મોહમેડીનીઝમ” તરીકે ઓળખાવે છે. પરંતુ એ ધર્મના હાર્દ પ્રમાણે એ ધર્મ માટે વપરાતે શબ્દ “ઈરલામ’ વધારે સુગ્ય છે. કારણકે આ ધર્મનું હાર્દ પ્રત્યેક વ્યક્તિએ જગતના બાદશાહના શરણે જવાનું છે એ આદેશમાં રહેલું છે. ઇસ્લામનો અર્થ થાય છે અલ્લાહને શરણે જવું. મહમદના ધર્મના અનુયાયીઓને મુસ્લિમ તરીકે ઓળખાવાય છે અને એનો અર્થ થાય છે “જેઓ શરણે જાય છે.” આમ, ઇસ્લામધર્મમાં શરણાગતિ મહત્વની બને છે. વ્યક્તિ અલ્લાહની શરણાગતિ સ્વીકારી એની સમીપ રહે એ રીતનું મુસ્લિમ ધાર્મિક જીવન વિચારાયું છે અને ઉપદેશાયું છે. તે અનુસાર પ્રત્યેક સાચા મુસલમાને દિવસમાં પાંચ વખત પ્રાર્થના કરવાની છે. પ્રાર્થનાના સમયે મસ્જિદમાંથી બાંગી બાંગ પુકારે છે અને પ્રત્યેક મુસલમાન પ્રાર્થનાને માટે મસ્જિદ તરફ પ્રયાણ કરે છે. જે કઈ મજિદમાં પ્રાર્થના માટે ન જઈ શકે તે પિતે જ્યાં હોય ત્યાં પ્રાર્થનાને સમયે પ્રાર્થના કરી લે છે. આ પ્રાર્થનાવિધિને સલાટ તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રાર્થનાના પાંચ સમય નીચે મુજબ છે : ક. સૂર્યોદય પહેલાં ખ. મધ્યાહ્ન પછી ગ. સૂર્યાસ્ત પહેલાં ઘ. સૂર્યાસ્ત પછી 2. રાત્રીના પ્રારંભ પહેલાં પ્રાર્થનાના આ રીતના વિવિધ સમય રાખવાનું મુખ્ય પ્રયોજન એ લાગે છે. કે ધર્મ અનુયાયીનું મન આખા દિવસમાં કદીયે અલ્લાહથી વિમુખ ન બને.