________________ ઇસ્લામધર્મ 209 આસન સાત અને આઠ એ ઉપરના આસન પાંચ અને છનું જ પુનરાવર્તન છે અને એ જ પ્રાર્થને કરવામાં આવે છે. આમ રારકા સંપૂર્ણ થાય છે અને પ્રત્યેક પ્રાર્થના બે, ત્રણ કે ચાર રાકની હેય છે. આટલું થયા પછી છેવટે પયગંબરને એક પ્રાર્થના થાય છે, તે જ પ્રમાણે ધર્મના સાચા અનુયાયી માટે અને હાજર રહેલા સમુદાય માટે પ્રાર્થના થાય છે અને પાપની ક્ષમાયાચનાની પ્રાર્થના કરવામાં આવે છે. છેવટે એક વખત ડાબી તરફ અને બીજી વખત જમણી તરફ વાંકા વળીને કહે છે : “તમોને શાંતિ હે અને અલ્લાહની કૃપા હે.” એમ મનાય છે કે અદશ્ય એવા બે ફિરસ્તાઓ ત્યાં હાજર હોય છે અને તેઓ બધી નોંધ રાખતા હોય છે. આ પ્રાર્થનાઓ વિશે એક મહત્ત્વની વાત એ નોંધવી જોઈએ કે એ પ્રાર્થનામાં કોઈપણ પ્રકારની માગણી કે ઈચ્છા કે તૃષ્ણ રજૂ થતી નથી અને એ જ એના સ્તરને ખ્યાલ આપે છે. અલ્લાહ પાસે માત્ર એક જ માગણી કરવામાં આવે છે–ક્ષમાયાચનાની અને દરવણીની. બીજી એક વાત એ પણ સેંધવી જોઈએ કે પ્રાર્થના કરતી વેળા વ્યક્તિ અલ્લાહની સમીપ જાય છે એથી સંપૂર્ણપણે પવિત્ર હોવી જોઈએ. મદિરા-ત્યાગ કે સ્ત્રી-સમાગમથી અલિપ્ત રહેવાની વાત આ ધર્મમાં ભારપૂર્વક કરવામાં આવતી નથી તે એ તે સ્પષ્ટ રીતે કહેવાયું છે કે૩૦ “તમે જ્યારે દારૂ પીધો હોય ત્યારે તમારે પ્રાર્થના કરવા જવું નહિ, પરંતુ તમારે પ્રાર્થના ત્યારે જરૂરથી કરવી જોઈએ જ્યારે તમે જે કંઈ પ્રાર્થનામાં બેલે છે તે તમે સમજી શકે. વળી કોઈ પણ સ્ત્રીના સ્પર્શથી તમે અપવિત્ર થયા હોય ત્યારે તમારે પ્રાર્થના કરવા જવું નહિ. ' પ્રત્યેક રા'કા દરેક પ્રાર્થના સમયે બે, ત્રણ કે ચાર વેળા કહેવાતી હોય અને દર થોડા સમયે દિનભર પ્રાર્થના થતી રહેતી હોય તે અનુયાયીનું મન અને હૃદય અલ્લાહ-આસક્ત રહે એમાં શું આશ્ચર્ય ! સામાન્ય રીતે એ સ્વીકારાયું છે કે ચિત્તની એકાગ્રતા મુશ્કેલ છે અને લાંબા સમય માટેની એકાગ્રતા સવિશેષ મુશ્કેલ છે. ત્યારે આ પ્રકારની થોડા થોડા સમયને અંતરે ઈશ્વરની સતત યાદ આપતી ગોઠવણ ખરેખર ધર્મજીવન આચરવામાં સહાયરૂપ થાય છે. 30 રડવેલ, 4 : 46 ધર્મ 14