________________ 216 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઉમર : અબુબકરના અવસાન પછી મહમદના સાળા ઉમરે એમનું સ્થાન લીધું. ઈ. સ. 634 થી ૬૪૩ના ગાળા દરમ્યાન ઉમર ખલીફ રહ્યા ત્યાં સુધીમાં એમણે સિરિયા, મેસેપેટેમિયા, યુક્રેટિસની ખીણ, બેબિલેન, એસીરિયા, પર્સિયા અને ઇજિપ્ત પર વિજય મેળવ્યો. જ્યાં જ્યાં ઉમરનાં દળી ગયાં અને જે જે પ્રદેશ એમણે છે, તેમણે છતાયેલી પ્રજા સમક્ષ કુરાનને સ્વીકાર કે લડાઈની તૈયારીના વિકલ્પો આપ્યા. આમ છતાં જેરૂસલેમને માટે જ્યાં સુધી તેઓ નિશ્ચિત કર આપે ત્યાં સુધી એમની કઈ કનડગત કરવામાં નહિ આવે એમ સ્વીકાર્યું. ઉમર પછી : ઉમરના ઈ. સ. ૬૪૩માં થયેલા મૃત્યુ પછી ઈસ્લામધર્મમાં વિખવાદ દાખલ થયો. મહમદની વિખવાદ વિરુદ્ધની આજ્ઞા અને આદેશ એમના અવસાન પછી અગિયાર વર્ષના ગાળામાં જ વિસરાયા. એમણે કહ્યું હતું 43 અલ્લાહનું દેરડું તમે બધા એકઠા થઈને બરાબર પકડી રાખે. તમે જુદા જુદા ભાગલા પાડશે નહિ. વળી તેમણે ધર્મમાં નિશ્ચલ રહીને એમાં કદીયે ભાગલા ન પાડવાને આદેશ આપ્યું હતું જે અને આમ છતાં ઉમરના મૃત્યુ પછી આ વિખવાદ અને ભાગલાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ. વધારે ખૂબીની વાત તો એ હતી કે મુસ્લિમ ધર્મના પ્રચારને માટે જે હિંસાને ઉપદેશ આપવામાં આવ્યો હતો એને જ અમલ ખિલાફતનું સ્થાન પ્રાપ્ત કરવાને માટે ઝઘડતાં જુએ લીધો. ઉમરના અવસાન પછી મક્કાના ઓથમાન નામના અનુયાયીને એમના અનુગામી તરીકે સ્થાપવામાં આવ્યા. આથી મહમદના દત્તક પુત્ર અલિ નાખુશ થયા અને મદીનાના મુસ્લિમ અનુયાયીઓ એમની પડખે રહ્યા. એંસી વરસના ઓથમાન પર ઈ. સ. ૬૫૬માં મદીનાના લોકોએ મદીનાની શેરીમાં પથ્થરમારો કર્યો, એમના ઘર સુધી પાછળ પડયા અને એમનું મૃત્યુ નીપજાવ્યું. આ પછી અલિ ખલીફ થયા. પરંતુ જે અંજામ ઓથમાનને થયે એ જ પાંચ વર્ષ પછી એમને પણ થયો અને ઈ. સ. ૬૬૧માં એમનું પણ ખૂન કરવામાં 43 રેડવેલ, 3 : 98 44 એજ, ૪ર : 11