________________ ૨૦ષ મજિદ એ મુસલમાનનું પ્રાર્થનાઘર છે. એમાં મુસલમાને કુરાન વાંચવા બેસે છે અને એ પવિત્ર રથાનની સ્વચ્છતા અને શાંતિ ખૂબ પ્રશંસનીય હોય છે. એ મજિદમાં કઈ મૂર્તિઓ હોતી નથી, કોઈ ચિત્રો હોતાં નથી કે નથી હોતી કોઈ આકૃતિ. મસ્જિદની દીવાલ ઉપર કુરાનનાં સૂત્ર આલેખાયેલ જોવા મળે છે. આમ, મુસ્લિમ–મસ્જિદ સંપૂર્ણપણે ધાર્મિક વાતાવરણ આપે છે. પુરોહિત વર્ગને ત્યાં અભાવ છે. એટલું જ નહિ પરંતુ મસ્જિદના દ્વારમાં પ્રવેશ્યા પછી કોઈ ઊંચે નથી કે કોઈ નીચો નથી, કોઈ તવંગર નથી કે કોઈ ગરીબ નથી. પ્રભુના દરબારમાં સંપૂર્ણ સમાનતા અને શિસ્ત પ્રવર્તતી હોય એવી રીતે મસ્જિદની નમાઝ પઢવામાં આવે છે. આના અનુસંધાનમાં જ મુસ્લિમ ધર્મની વિશિષ્ટતાની સાથે સંકળાયેલ બીજી એક વિશિષ્ટતાને પણ ઉલ્લેખ કરી લઈએ. ગ, સર્વ સમાનતા ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના સામ્રાજ્યની વાત આપણે કરી. બૌદ્ધધર્મમાં, માનવ સમાનતાને વિચાર રજૂ થયે. આ બંને વિચારોને સમય ઇસ્લામમાં એક ઈશ્વરના સ્વીકારથી અને બિરાદરીની ભાવનાથી થયેલો છે. કોઈપણ જાતના ભેદભાવ વિના અલ્લાહની સમક્ષ સર્વ એકસમાન છે, એ ભાવ આ ધર્માં ભારપૂર્વક રજૂ થયો છે, તેમ જ તેમના સામાન્ય રોજિંદા જીવનમાં પણ જોવા મળે છે. બધા એકસાથે બેસી ભોજન લે તેમ જ કોઈપણ મૃતદેહની અંતિમ મંજિલની યાત્રામાં ખાંધ આપવાની પ્રબળ ભાવના એક બિરાદરીને ખ્યાલ વિના શી રીતે સંભવી શકે ? પરંતુ આવી બિરાદરીની ભાવના માત્ર ધર્મપંથીઓ પૂરતી જ મર્યાદિત રહી છે. હિબ્રધર્મીઓ સાથેના શરૂઆતના પ્રેમભર્યા વર્તાવ છતાં તેમની સાથે પાછળથી થયેલ વર્તાવ આના ઉદાહરણ તરીકે ટાંકી શકાય. કુરાનમાં સ્વીકારાયેલ અઠ્ઠાવીસ પયગંબરમાંથી આદમ, ઈનક, અબ્રાહમ, આઈઝેક, જેકબ, મેઝીઝ, ડેવિડ, સોલેમન, એલિજા, ઇલીશ વગેરે તો હિબ્રધર્મના હોવા છતાં પણ આમ બન્યું છે. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના ઝેક હરિઆહ, બેપ્ટિસ્ટ જહાન અને જિસસને સમાવેશ થવા છતાં ખ્રિસ્તીધર્મીઓને અલગ વર્ગ તરીકે રવીકારી તેમની સાથે ઇરલામે બિરાદરી જાળવી હોય એવું ઇતિહાસના પાને નોંધાયું નથી. જે ધર્મના પયગંબરને પોતાના ધર્મશાસ્ત્રમાં મહમદ પૂર્વે થયેલા પયગંબર તરીકે સ્થાન અપાયું હોય એમના ધર્મના અનુયાયીઓ સાથે જો આમ હોય તે. અન્ય ધર્મોના અનુયાયીઓએ સાથે બિરાદરીની આશા શી રીતે રાખી શકાય ?