________________ ઈસ્લામધર્મ 203: પયગંબરે પિતાના અનુયાયીઓને ચાર સ્ત્રીઓ કરવાની આજ્ઞા આપી છે.૧૪ પરંતુ પિતાને માટે ઈશ્વરે આપેલી આજ્ઞા આ રીતે રજૂ થઈ છે: “હે પયગંબર ! તમે જે સ્ત્રીઓ સાથે વિધિસર પરણ્યા છે તે અને લડાઈમાં અલ્લાહ તમને જે ગુલામે આપ્યા છે તે ભલે તમે રાખે. તમારા કાકાની પુત્રીઓ અને તમારી સાથે મદીના આવેલા તમારી કાકીની અને માસીની પુત્રીઓ તમે ભલે રાખો, અને જે તમારી ઈચ્છા થતી હોય તે ભલે કઈપણ આરિતક સ્ત્રી સાથે તમે પરો. આ હક માત્ર તમારે છે, બીજા કોઈને નહિ૧૫ સત્તા પ્રાપ્તિ પછી આ ત્રણ ક્ષેત્રમાં થયેલા ફેરફારનો ઉલ્લેખ એટલા માટે કરવો જરૂરી માને છે કે ઈસ્લામના કેટલાક રીતરિવાજો અને ઇસ્લામના ઇતિહાસમાં નોંધાયેલા કેટલાંક ધર્મયુદ્ધ વિશેને સુયોગ્ય ખ્યાલ પામી શકાય. 2, ઈસ્લામધર્મના કેટલાક વિચારે ક. એકેશ્વરવાદઃ ઇરલામધર્મની સૌથી વધુ તરી આવતી વિશિષ્ટતા એને એકેશ્વરવાદ છે. આ એકેશ્વરવાદને વિચાર હિબૂધર્મ અને ખ્રિસ્તી ધર્મની અસરનું કેટલે અંશનું પરિણામ છે એ નિશ્ચિતપણે ન કહી શકાય, તેયે આ ધર્મના ઈશ્વર સ્વરૂપ વિષેના વિચારની, ઇસ્લામધર્મના એકેશ્વરવાદી વિચારમાં મોટી અસર છે એની ના પાડી શકાય નહિ. આમ છતાં, એક તરફ હિબધર્મ, ખ્રિરતીધર્મ અને બીજી તરફે ઈસ્લામ ધર્મમાં મહત્ત્વને તફાવત એ છે કે ઇસ્લામને એકેશ્વરવાદ સાદી અને સમજપૂર્વક પ્રથમથી સ્વીકારાયેલ છે. વળી ઇલામધર્મ માં વિવિધ ઈશ્વરવાદી ગૂંચવણો અભાવ છે. અનુયાયની દૃષ્ટિએ એથી જ આ ધર્મ વધુ સ્વીકાર્ય બન્યા છે. એકેશ્વરવાદને સિદ્ધાંત ઈસ્લામને સૌથી મુખ્ય અને મહત્ત્વને સિદ્ધાંત છે. કુરાનમાં આ ઉપદેશ અનેકવાર કરવામાં આવે છે. ઇરલામમાં ઈશ્વરને અલ્લાહના નામે સંબોધવામાં આવે છે. કુરાનના લગભગ પ્રત્યેક પ્રકરણની શરૂઆતમાં એક મંત્ર આવે છે. “બિસ્મિવિલાહીરરહમાનિરહીમ” જેનો અર્થ “દયાળુ અને ઉપસાગર અલ્લાહનાં નામમાં” એમ થાય છે. 14. એજ, 4 : 3 15. એજ, 33 ; 49, 51