________________ 304 ધર્મોનું તુલનાત્મક અધ્યયન અલ્લાહનાં લક્ષણે કુરાનમાં આ પ્રકારે અપાયાં છે: - અલ્લાહ સર્વથા અદ્વિતીય છે. -અલ્લાહ સર્વદૃષ્ટા છે.૧૭ અલ્લાહ સર્વ શ્રોતા છે.૧૮ અલ્લાહ સર્વવક્તા છે.૧૯ અલ્લાહ સર્વજ્ઞ છે.૨૦ અલ્લાહ સર્વકર્તા છે. તેમની સામે ન થઈ શકાય એવા અગમ્ય છે. 21 અલ્લાહ સર્વ શક્તિમાન છે.૨૨ ખ. મંદિર-કરણને અભાવ: પ્રત્યેક ધર્મની જેમ ઇસ્લામમાં પણ પ્રાર્થનાસ્થાન તો છે જ. ઇસ્લામમાં એને મજિદ તરીકે ઓળખવામાં આવે છે. અન્ય ધર્મોના મંદિર વિશે એમ કહી શકાય કે મંદિર એ પ્રાર્થનાનું એક સ્થાન હોવા છતાં એની સાથે બીજી અનેક વિધિઓ અને ક્રિયાઓ સંકળાયેલી છે. જેમ કે, મંદિરમાં એક યા અનેક દેવની મૂર્તિ કે ચિત્ર કે કઈ સંજ્ઞા હેય, એની પૂજા-વિધિ ધર્માનુયાયી કઈ કઈ 'ઠેકાણે પિતે જ કરી લે એમ હય, તે કઈ સ્થાનેએ ધર્માનુયાયીને એવી છૂટ ન અપાતા એને બદલે અને એને તરફ પુરોહિત વગ આવી પૂજા કરતા હોય, નૈવેધ, પ્રસાદ, આરતી, ભેટ વગેરેની વિધિ હોય અને એ બધામાંથી પસાર થવાને માટેની એક નિશ્ચિત પ્રકારની વ્યવસ્થા હોય, એ સમગ્ર મંદિરીકરણ તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક ધર્મના પ્રત્યેક મંદિર માટે આવું મંદિરીકરણ હોય જ છે એવું નથી, પરંતુ જ્યાં જ્યાં મંદિર, ધર્મવ્યવસ્થાનું અંગ બન્યું છે, અને જ્યાં જ્યાં ધર્મસંચાલનનું કાર્ય મંદિર-વ્યવસ્થા મારફત થાય છે, ત્યાં ત્યાં મંદિરીકરણની છાપ સ્પષ્ટ રીતે ઊઠે છે. વૈષ્ણવ મંદિર તથા વૈષ્ણવ સંપ્રદાયનાં મંદિરને આના ઉદાહરણ તરીકે લઈ શકાય. 16. રોડવેલ, 3 : 1, 4, 16, 16 H 1-3; 21 : 22; 112 : 1-4 17. એજ, 6 : પ૯, 103; 18 : 25 18. એજ, 2 : 257; 44 : 5 19. એજ, 18 : 109; 31 : 26 20. એજ, 2 : 27; 6 : 58, 58 : 7-8 21. એજ, 6 : 35; 13 : 33; 16 : 2, 9, 76 : 3 22. એજ, 2 : 19; 3 : 159; 155 : 16-17