________________ 206 ધર્મોનું તુલનાત્મક અધ્યયન ઘ. ધાર્મિક જીવન અને વિધિની સરળતા | કુરાનમાં ધાર્મિક જીવન વિશેના સરળ પરંતુ સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે, એ જ પ્રમાણે મકકાની તીર્થયાત્રા વિશે પણ સ્પષ્ટતાપૂર્વક આદેશ અપાયેલ છે. પિતાના મૃત્યુ પછી પોતાના અનુયાયીઓ પિતાને ઈશ્વરસ્થાને રસ્થાપી ન દે એ માટે મહમદે કાળજીભરી સંભાળ રાખી છે. આવી કાળજી રાખવા માટે કદાચ એમની સમક્ષ જૈનધર્મ અને બૌદ્ધધર્મના સ્થાપકોના પ્રભુરવરૂપે સ્થાપવાના અને સ્વીકારવાના દાખલાઓ પ્રત્યક્ષ મેજૂદ હતા. પિતે માત્ર ઈશ્વરના એક દૂત છે અને એથી વિશેષ કંઈ નહિ એમ એમણે ખૂબ સ્પષ્ટતાપૂર્વક જાહેર કરેલું છે. “હું તે અલ્લાહે મોકલેલ એક શિષ્ય છું 23 - તથા “હું તે સ્પષ્ટ બેલીને ચેતવણી આપનાર છું.”૨૪ આમ મહમદે પિતાને અલ્લાહના સ્પષ્ટ વક્તા શિષ્ય તરીકે જ ઓળખાવ્યા છે. વળી અલ્લાહ મહાન છે અને એ જ સર્વકર્તા છે અને એમનામાં જ વિશ્વાસ રાખવું જોઈએ એવી પણ વાત એમણે કરી છે. એમણે કહ્યું છે : “અલ્લાહ જ મારો સહાયક છે. તેમનામાં મને વિશ્વાસ છે અને તેમના તરફ જ હું નજર રાખું છું.”૨૫ વળી પિતાના અનુયાયીઓને અલ્લાહ ઉપર વિશ્વાસ રાખવાનું કહેતાં કહે છે?” “અલ્લાહ ઉપર વિશ્વાસ રાખો, અલ્લાહ રક્ષણ કરવાને સમર્થ છે. 26 અલાહ પ્રત્યેક અન્યાયીની કેટલા સમીપ છે તે એમના આ કથનમાંથી સ્પષ્ટ થાય છે. ખરેખર જે લેકોને ધર્મ પર શ્રદ્ધા છે અને જે ઘરને ત્યાગ કરીને અલ્લાહના કામમાં પિતાની મિલકત વાપરે છે અને જે પયગંબરને - અનુસરે છે તે બધા એકમેકની પાસે છે. 27 આમ, મહમદની અંત સમયની પ્રાર્થના તે એ સ્પષ્ટ રીતે કહી જાય છે કે મહમદ અલ્લાહ પાસે જઈ રહ્યા છે અને એથી મહમદ પિોતે અલ્લાહ નથી. એમની છેલ્લી પ્રાર્થના હતી : હે ખુદા ! મને ક્ષમા આપ. ઊંચે જાઉં છું ત્યાં મારી સાથે આવો. વર્ગમાં અમરતા આપ, ક્ષમા આપે, ઊંચે મારી સાથે તમે રહે.૨૮ 23. રોડવેલ, 3 : 18 24. એજ, 15 : 89 -25. એજ, 11 : 90 - 26. એજ, 4 : 83; 33 : 3 27. રેડવેલ, 8 : 73 28 પૂર, ધી લાઈફ ઓફ મહમદ, પા. 494.