________________ ઇસ્લામ ધર્મ 201 અમે ચોરી નહિ કરીએ, અમે વ્યભિચાર નહિ કરીએ. અમે અમારા બાળકોને મારીએ નહિ, અમે કોઈની નિંદા કરીએ નહિ. જે વાત સત્ય છે તે બાબતમાં અમે પયગંબરની આજ્ઞાનું ઉલ્લંઘન નહિ કરીએ. "7 અહીંયાં મહમદે એક મસ્જિદ બંધાવી અને પિતાના અનુયાયીઓને આ રીતે એકત્ર થવાની સુવિધા કરવાની સાથે જ ત્યાં તેમણે ધાર્મિક શિક્ષણ આપવા માંડ્યું અને ધર્મને માટે લડાઈ કરવાની તાલીમ પણ આપવા માંડી. ધર્મોપદેશની સાથે લડાયક બળની તાલીમ પણ ઓતપ્રોત થઈ ઈસ૬૨૨માં મક્કા છોડ્યા પછી પણ મક્કાના લેકે મહમદ અને તેમના અનુયાયીઓ તરફને રોષ ઓછો થયો ન હતો અને એથી તેઓ એમને નાશ કરવાને માટે સર્વ તૈયારી કરતા હતા. એમને સામનો કરવાને માટે મહમદ પણ પિતાના અનુયાયીઓમાં લડાયક ખમીર સીંચવાની જરૂરિયાત જોઈ હોય એમ કેમ ન કહી શકાય ? મક્કા અને મદીનાની વચ્ચે સંઘર્ષ લગભગ સાત વર્ષો સુધી એકધારે ચાલે. એમાં કઈક વખત એક પક્ષની, તે કઈક વખતે બીજા પક્ષની છત થતી. પરંતુ ઈ. સ. ૬૨૯માં મહમદની સંપૂર્ણ જીત થઈ. આ જીત વિશે મહમદ કહેતા : “બદરના યુદ્ધમાં તથા બાકીના યુદ્ધમાં લગભગ અલ્લાહની મદદથી શત્રુઓની સામે જીતી શક્યો.” મહમદની જીત પછી મક્કા અને મદીનાના લોકો વચ્ચે એક કરાર થયો. તે અનુસાર મક્કાએ મહમદને પયગંબર તરીકે સ્વીકારી માત્ર એક જ અલ્લાહની પૂજાને સ્વીકાર કરવાનો હતો, અને આ નવા ધર્મપથના મક્કા તથા મદીના અને અન્યત્ર વસતા બધા જ અનુયાયીઓએ પહેલાંની જેમ મક્કાની તીર્થયાત્રા કરવાની કરી. આમ, મક્કાના લેકેને તીર્થ પ્રવાસી દ્વારા મળતી આજીવિકાને હાનિ પહોંચાડ્યા વિના એક અલ્લાહને સ્વીકાર થયો. ઈ. સ. ૬૨૯માં મહમદ મક્કા પાછા ફર્યા–એના નેતા તરીકે અને મુસ્લિમ પ્રજાના એક પયગંબર તરીકે. એમની સત્તા ધીમે ધીમે વધવા માંડી અને ઈ. સ. ૬૩૨માં એમનું મૃત્યુ થયું ત્યારે તો એમની આણ સમસ્ત અરેબિયા પર પ્રવર્તતી 7. પૂર, ધી લાઈફ ઓફ મહમદ, ભાગ 1-1912, પા. 118 8. રોડવેલ, 93 : 11 9 એજ, 49 : 9