________________ 200 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આવતા યાત્રીઓ હતા અને જે “કાબા'ના પૂજનને માટે યાત્રીઓ મક્કામાં ન આવે તો એમની આજીવિકાને પ્રશ્ન એક કેયડે બની જાય એમ હતું. એથી મકકાના લોકેમાં મહમદ ખૂબ અપ્રિય થઈ પડ્યા. જેમ જેમ એમના બેધ જોરશોરથી અપાવા માંડ્યા તેમ તેમ અપ્રિયતાએ વિરોધનું સ્વરૂપ ધારણ કર્યું. કોઈપણ ભોગે મહમદના ઉધને પ્રચાર ન થવા દે એવો એમણે સંકલ્પ કર્યો. મહમદ અને એમના અનુયાયીઓને બહિષ્કાર કર્યો અને એમની મિલકત પણ લૂંટી લીધી. આથી મહમદના કેટલાક અનુયાયીઓ મક્કા છોડી બાજુના શહેર મદીના જે યશરબ તરીકે પણ ઓળખાતું હતું, ત્યાં ગયા. મદીનામાં યહુદીઓની વસ્તી મોટા પ્રમાણમાં હતી. મહમદનો સંહાર કરવાને એક બાજુ રચાઈ. પરંતુ પિતાના મિત્ર અને અનુયાયો વિશ્વાસનીસ અબુબકર તથા બીજા અનુયાયીઓ સાથે તેઓ મકકામાંથી પલાયન થયા. મહમદનું આ પલાયન ઈ. સ. ૬૨૨માં થયું. આ વર્ષથી મુસલમાન લેકેની વર્ષગણના શરૂ થાય છે અને એને ALNO, Hegiraa એટલે હજીરાનું વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીવર્ષ ગણનામાં ઈ. સ. માટે જેમ એ ડી. મૂકવામાં આવે છે તેમ મુસ્લીમવર્ષ ગણનામાં એ. એચ. મૂકવામાં આવે છે. મહમદ મક્કાથી મદીના જવા નીકળ્યા. કારણકે મદીનામાં એમના કેટલાક અનુયાયીઓ આગળથી પહોંચેલા હતા. પરંતુ ત્યાં પહોંચતા પહેલાં મક્કાથી ઉત્તરમાં લગભગ ત્રણ માઈલના અંતર પર આવેલ એક ગુફામાં સંતાયા અને એ રીતે ઝનૂની દુશ્મનના સપાટામાંથી બચી ગયાં. આ અંગે કહેવાયું છે : “પહેલાં અને જ્યારે તેઓ તેમના મિત્રની સાથે ગુફામાં ભરાઈ ગયા ત્યારે તેમને અલ્લાહે મદદ કરી. આ વખતે મહમદે તેમના મિત્રને કહ્યું - “જરા પણ ગભરાઈશ નહિ, કારણકે અલ્લાહ આપણું રક્ષણ કરે છે. અલ્લાહે પિતાની શાંતિ મહમદને આપી અને બીજા માણસે મદદ માટે આપ્યા.” આ પછી મહમદ મદીનામાં આવ્યા. મદીનામાં એમને માટે મિત્રભાવભર્યું વાતાવરણ હતું. ત્યાં એમને ઉત્સાહપૂર્વક આવકાર કરવામાં આવ્યું અને લેકેએ એમને ઉપદેશ ગ્રહણ કર્યો. મદીનામાં મહમદે “અલ્લાહના કાયદા” અનુસાર એક વ્યવસ્થિત પંથ સ્થા અને જાહેર કર્યું : “એક ઈશ્વર વિના બીજાની પૂજા અમે નહિ કરીએ. 6. રેડવેલ, 9 : 40