________________ 1981 ધર્મોનું તુલનાત્મક અધ્યયન. વેપાર અર્થે મહમદ તેમના કાકા સાથે અવારનવાર સિરિયામાં જતા હતા અને એમની સચ્ચાઈ અને વફાદારીથી એમના સમાગમમાં આવનાર બધા જ ખુશ હતા. એમની યુવાનીમાં તેઓ એક તવંગર વિધવા બાઈ ખાદીજાને ત્યાં કામમાં જોડાયા. એમના વેપાર અર્થે એમને ઘણી વેળા બહાર જવાનું થતું. એમની સચ્ચાઈ અને. વફાદારીથી ખાદીજાએ એમની સાથે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને તે મહમદે સ્વીકાર્યો. આ વખતે ખાદીજાની ઉંમર ચાલીસ વર્ષની હતી અને મહમદ ભરયુવાનીમાં પચીસવર્ષની વયમાં હતા. એમ કહેવાય છે કે એમને ચાર પુત્રીઓ અને ત્રણ પુત્રો હતા. પરંતુ એ બધામાં એમણે સ્થાપેલા ઇસ્લામધર્મમાં એક પુત્રી ફાતીમાં વધુ જાણીતી છે. ખાદીજા સાથેના સંપર્કથી મહમદ પર બે પ્રકારની અસર થઈ. એક તે, ખાદીજાની. વણજાર સાથે એમને સિરિયા અને પેલેસ્ટાઈને જવાનું થતું અને એને પરિણામે હિબ્રૂ અને ખ્રિરતી એકેશ્વરવાદની માન્યતાઓ સાથે એમને પરિચય કેળવાય. બીજું, ખાદીજાને ઘરે “હનીફ' નામના ધાર્મિક લેકે આવતા હતા. તેઓની ધાર્મિક માન્યતા અનુસાર અનેકેશ્વરવાદ અસ્વીકાર્ય હઈ એકેશ્વરવાદમાં શ્રદ્ધા ધરાવતા હતા. એમના સંપર્કમાં મહમદ આવતા. એમના મન પર એકેશ્વરવાદની ઊંડી અસર થઈ. આમ, ઘરઆંગણેના અતિથિઓ સાથે તથા બહારનાં પર્યટનોમાંથી એમના મન પર એકેશ્વરવાદની અસર દઢ થઈ. આ સમયમાં મક્કામાં મૂર્તિપૂજા પ્રચલિત હતી અને સમસ્ત અરેબિયાના લેકે મક્કામાં પ્રસિદ્ધ એવા એક કાળા પથ્થર જેને “કાબા' તરીકે ઓળખવામાં આવે છે તેની પૂજા કરતા હતા. આમ મક્કા એક તીર્થધામ બની ગયું. એક તરફ મકકા શહેરમાં “કાબા'ની પૂજા માટે સમસ્ત અરેબિયામાંથી લડે તીર્થયાત્રાએ આવતા હતા, ત્યારે બીજી તરફ મક્કાની પાસે આવેલ પહાડની ગુફાઓમાં જઈને મહમદ અલ્લાહ-ધૂનમાં મસ્ત રહેતા હતા. એમની લગભગ ચાલીસ વર્ષની ઉંમર સુધી મહમદ એક સામાન્ય પ્રકારના માનવી હતા. તેમના પિતાનાં ઉચ્ચારણોમાંથી આ બાબત સ્પષ્ટ થાય છે. મહમદ કહેતા : “તમારામાં હું એક છું, અને હું તમને ચેતવવા આવ્યો છું, જેથી. તમને ભય રહે નહિ.” પિતે નિરક્ષર પયગંબર છે એવું પણ કહેવાયું છે. વળી મહમદે એમ પણ કહ્યું છે કે, “મારામાં ચમત્કારો કરવાની શક્તિ નથી કે 1. રેડવેલ, ધી કુરાન, 7 : 6 2. કુરાન, 7 : 156, 158 . કુરાન, 6 : 109; 29 ; 49