________________ 2.7 ઈસ્લામ ધર્મ 1. પ્રારંભિક : ઇસ્લામનો ઉદ્દભવ અરેબિયા દેશમાં થયે. બહુ પુરાણા સમયથી અરબસ્તાન એક એવો દેશ રહ્યો છે જેની ઉપર અવારનવાર ઇજિપ્ત, પશિયા, મેસિડોનિયા અને રોમની પ્રજાએ સત્તા મેળવી છે. અરબસ્તાનની વરતી ગરીબ અને અસંસ્કારી એવી બુદવી પ્રજાની હતી. પ્રજા ગોપ જીવન ગુજારતી, ખેતી ખેડતી, પરંતુ એમને ઝાઝે વિકાસ થયો ન હતો. દરેક જાતિના એક નેતા હતા અને તેને હુકમ જાતિને માટે સર્વરવ લેખાતો. આ પ્રજાના ધાર્મિક જીવન વિશે એટલું કહી શકાય કે દરેક વસ્તુમાં તેઓ જીવનું આરોપણ કરતા અને એ રીતે સર્વજવવાદ (animism) સ્વીકારાયું હતું. અરબરતાનની પ્રજા મૂર્તિપૂજક હતી અને વિવિધ દેવદેવીઓમાં માનતી હતી. અરબસ્તાનના વિકાસમાં મહત્વને સર્વ પ્રથમ ફાળે કોઈએ આપ્યું હોય તે તે ઇસ્લામના સ્થાપક મહમદે. એમનો જન્મ પવિત્ર મક્કા શહેરમાં ઈ. સ. ૫૭૦માં થયો હતો. એક સામાન્ય કુટુંબમાં એમનો જન્મ થયે અને જન્મ પછી એમના માતા-પિતા નાનપણમાં જ ગુજરી ગયાં હતાં. આથી એમના દાદા પાસે એમનો ઉછેર થયે.