________________ 194 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સંઘર્ષ છે, અને પ્રભુ સાથે સહકાર છે. માનવ અને અદ્ધર મઝદ એ બંનેન અનિષ્ટ એકસમાન દુશ્મન છે, અને એથી પ્રભુની પડખે રહી માનવીએ અનિષ્ટની સામે સતત રીતે ઝઝૂમતા રહેવું જરૂરી છે. અનિષ્ટની સામેની આ લડાઈમાં પ્રત્યેક માનવી અદ્દર મઝદનો સહપથી બને છે અને એને સિનિક થાય એવો બેધ જરથુસ્તધર્મમાં પ્રાપ્ત છે. આ દૃષ્ટિએ વિચારતા એમ કહી શકાય કે માનવજીવનનું મૂલ્ય આનંદ કે સુખથી માપી શકાય નહિ. પરંતુ જીવનનું માર્ગદર્શક સૂત્ર તે સચ્ચાઈ માટેનું કાર્ય અને જૂઠાણુ સામેની લડત એમ દ્રિપાંખિયું હોવું જોઈએ. ઇષ્ટના વિજય માટે માનવી જેટલું વધુ પ્રયત્ન કરે, એટલું વધુ એનું જીવન સમૃદ્ધ બને છે; અને જેટલી એકદિલીથી એ અસત્ય, અશુભ અને અનિષ્ટનાં બળોની સામે લડે છે એટલી એનામાં શક્તિ પ્રાપ્ત થતી રહે છે. 4. સ્વર્ગ અને નર્ક : જરથુસ્તધર્મમાં સ્વર્ગ અને નર્કના ઉલ્લેખો પણ અનેકવાર પ્રાપ્ત થાય છે. જીવનકાળ દરમ્યાન વ્યક્તિએ શુભની સાથે રહી એને પક્ષે બળ આપ્યું છે, કે અશુભની સાથે રહી શુભને વંસ કરવામાં સહકાર આપ્યો છે એ આધારે વ્યક્તિ પુણ્યશાળી કે પાપી બને છે. વ્યક્તિ આવે છે ત્યાં સુધી તે કયા પક્ષે રહેવું એ નિર્ણય એણે કરવાનું છે, પરંતુ મૃત્યુ બાદ એની શી સ્થિતિ થાય છે તેને ખ્યાલ આ ધર્મમાં રજૂ થયો છે. માનવીના પ્રત્યેક કર્મની નોંધ લેવાય છે એ જણાવતા કહેવાયું છે, “બે દેવદૂતો દરેક માણસના સારા અને ખરાબ કર્મોની નેધ લે છે.”૩૧ આવી નેંધને આધારે જ પાપ અને પુણ્ય જીવોને અલગ પાડવામાં આવે છે. આ જુદા પાડવાની રીત પણ અવનવી છે. “ચીન્વત” નામના એક નાના પુલ દ્વારા મરણ પછી પુણ્યશાળી જીવોને પાપી જેથી છૂટા પાડવામાં આવે છે.૩૨ આવી રીતે પાપ અને પુણ્ય જીવોને છૂટા પાડ્યા પછી “જીવોને ત્રાજવામાં તેલવામાં આવશે.”૩૩ 31 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 24 : 258. 32 યગ્ન, 46 : 10-11; 51 : 13; 19 : 6; 71 : 16. 33 સેક્રેડ બુકસ ઑફ ધી ઇસ્ટ, 24 : 18.