________________ ધર્મનું તુલનાત્મક અધ્યયન. આમ આપણે એ જોઈ શકીશું કે માનવી સમક્ષ જે આદર્શ રજૂ કરવામાં આવ્યો છે તે વફાદારી, બહુશ્રુતતા અને ઉદારતા છે. આ ઉપરાંત જરથુસ્ત નીતિમાં પવિત્રતાને ગ્ય સ્થાન આપવામાં આવ્યું છે. એ માટે કહેવાયું છે, “હે ધર્મનિષ્ઠ પુરુષ! તું તારી જાતને પવિત્ર બનાવ. પૃથ્વી ઉપરને ગમે તે માણસ વિચાર, વાણી અને આચારથી જે પિતાની જાતને પવિત્ર કરે છે તે હંમેશાં પવિત્ર જ છે. 22 પરંતુ આ પવિત્રતા શુભને પક્ષે રહેવાથી, શુભની સાથે સંપર્ક રાખવાથી તથા શુભના આદેશ અનુસાર કાર્ય કરવાથી મળે છે. એક નાનેરો મંત્ર આ બાબત બહુ સારી રીતે કહી જાય છે. જ્યારે પણ આ ધર્મની બે વ્યક્તિઓ મળે ત્યારે આ મંત્રની સૌજન્યતાપૂર્વક આપલે થાય છે : “હુ - મત, હુ - ઉથ, હુ - વર્ષા : સારા વિચાર, સારી વાણી અને સારા કર્મ.”૨૩ નીતિ આચરણના આ સર્વસામાન્ય સિદ્ધાંત ઉપરાંત જરથુસ્તધર્મમાં સદ્ગણના બે પ્રકાર સ્વીકારવામાં આવ્યા છે–એક, સામાન્ય અને બીજે, વિશિષ્ટ. અશુભ ન કરતાં, સારા થવાને પ્રયત્ન કરે, એ સામાન્ય સણું છે અને એ માત્ર વ્યક્તિલક્ષી બની રહે છે. પરંતુ અનિષ્ટને સામને કરે અને શુભને વિકાસ કરવો, એ વિશિષ્ટ સગુણ છે. કારણકે વ્યક્તિએ પોતે જે કંઈ પ્રાપ્ત કર્યું છે એની પ્રાપ્તિ અન્યને થાય એ માટે એમાં પ્રયાસ છે. શુભ - અશુભ, તથા ઈષ્ટ - અનિષ્ટના કંઠને અનુલક્ષીને આ પ્રકારના સગુણોની વાત સુસંગત છે. એટલું જ નહિ, જરૂરી પણ છે. ઉપર આપણે જે કહ્યું તે સામાન્ય સગુણની વાત થઈ પરંતુ અનિષ્ટને સામને અને ઈશ્વરનો પ્રસાર થાય એ માટે જરથુસ્ત આપેલ બધુ મહત્વનું છે. એ બેધમાં જરૂર પડે તે વિશિષ્ટ સણની પ્રાપ્તિને માટે હિંસાને આશરો લેવો પણ બાધક ગણાયે નથી. એટલું જ નહિ એ આશરો લેવાની જરૂરિયાત ઉપર ભાર પણ મુકાયો છે. આ હકીકત નીચેના ઉપદેશમાંથી પ્રાપ્ત થાય છે. શત્રઓની સાથે પ્રમાણિકતાથી લમિત્રની સાથે મિત્ર તરીકે રહે.”૨૪ 22 સેક્રેડ બુકસ ઓફ ધી ઈસ્ટ, 4 : 14. 23 એજ, 4 : 56; 31 : 250. 24 એજ, 24 : 12