________________ જરથુસ્તધામ, . ' : 191 વિજય તે અદર મઝદ અને એમના પક્ષે રહેલા શુભદાયી તો જ થવાનું છે. આ અર્થમાં જરથુસ્સે આપેલા ધર્મને એકેશ્વરવાદી તરીકે કેમ ન ઓળખાવી શકાય? 2, 2, અન્ય સાહિત્ય ધર્મ: ગાથાઓ પછીના સાહિત્યમાં સૂચવાયેલા ધર્મમાં શુભ અને અશુભ તત્ત્વ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યું છે. એમાં બે આત્મા સ્વીકારવામાં આવ્યા છે...એક પવિત્ર આત્મા (સ્પેન્ડમઈયુ) અને બીજો અપવિત્ર આત્મા (ગ્રામઈયુ). આ બંને તો એક જ પરમ દૈવી તત્ત્વમાંથી નીપજ્યાં છે અને સ્વેચ્છાથી જ વાણી, વર્તન અને વિચારમાં સારા કે નરસા બન્યા છે : પવિત્ર આત્માએ સચ્ચાઈને માગ ગ્રહણ કર્યો અને અપવિત્ર આત્માએ અનિષ્ટનો પોતાના કાર્યક્ષેત્ર તરીકે સ્વીકાર કર્યો. પ્રથમ વખત જ્યારે આ બંને એક સાથે જ પૃથ્વી પર આવ્યા ત્યારે તેમણે જીવ અને અજીવ સર્યા, તથા માનવજાત માટે શિક્ષા અને બદલાના નિયમની સ્થાપના કરી. સારાં કાર્યો કરનાર, જીવનને અંતે, સ્વર્ગની પ્રાપ્તિ કરશે, અને અનિષ્ટ કાર્ય કરનાર નર્કના દુઃખ ભોગવશે, એવું એ કાયદામાંથી ફિલિત થતું હતું. આમ, આપણે જોઈ શકીશું કે ગાથા પછીના સાહિત્યમાં શુભ - અશુભના દૂધને જોરદાર સ્વીકાર કરવા ઉપરાંત આગળ સૂચવેલા કેટલાંક ધર્માચરણો, નીતિ આચરણો, ધર્મવિધિઓ તથા પાપ અને પુણ્ય, તેમ જ સ્વર્ગ અને નર્કના વિચારો પર ભાર દઈ, એ વિશેની પણ રજૂઆત કરવામાં આવી છે. હવે આપણે આ બાબતની વિચારણા હાથ ધરીએ. 3. જરથુસ્ત નીતિધર્મ : શુભ અને અશુભના બે તના સ્વીકારની સાથે, એ પણ સ્વીકારાયું જ છે કે જગતમાં નીતિવાન તેમ જ અનીતિવાન એમ બંને પ્રકારના લેક હોય છે. પ્રથમ વર્ગના લેકે અહૂર મઝદને પક્ષે, અને બીજા પક્ષના લેકે અહરિમાનને પક્ષે રહે છે. જરથુત ધર્મમાં ચારિત્ર અને આચરણ પર સવિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જરથુરતના વિચાર અનુસાર આદર્શ જરથુસ્તી કોણ હોઈ શકે એ જરથુસ્તના આ કથનમાંથી સમજાય છે ? હે મઝદ ! તારા જે આ માણસ વફાદાર, બહુશ્રુત અને ઉદાર છે. 21 21 યસ્ત, 43 : 3.