________________ ધર્મોનું તુલનાત્મક અધ્યયન -નથી, તું કદીયે માદક પદાર્થ લેતો નથી, તેનાથી સારે વિચાર અપવિત્ર થઈ જાય - છે. દેવો (એંગ્રામન્યુના સાથીઓ) તેને અપવિત્ર બનાવે છે.૧૮ આમ જગતમાં બે તના સ્વીકારથી અનેક દેદેવીઓને સમાવેશ એ બેમાં થયો. પરંતુ આથી જરથુસ્તધર્મ માટે કેટલીક વેળા એ પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે એ એકેશ્વરવાદી છે કે દિઈશ્વરવાદી છે ? સામાન્ય રીતે એમ લાગે છે કે અહૂર મઝદ (એરમઝદ) અને એંગ્રામ, (અહરિમાન) એ બંને સમકક્ષ છે. પરંતુ અશુભને પક્ષે સંખ્યા હોય તે યે, ગુણ ન હોવાને લીધે, પરિણામે સંખ્યાથી કંઈ નીપજતું નથી; અને વળી શુભ અને અશુભના કંઠમાં લેકોને શુભના પક્ષે રહેવા માટે જરથુસ્ત હંમેશા આદેશ આપે છે. એથી અશુભ તત્ત્વનું શુભ તત્ત્વ સાથેનું સદ્ અસ્તિત્વ હોવા છતાં, તેનું અનંતપણું રહેતું નથી. જ્યારે જગતને જરથુસ્તના ઉપદેશને અર્થ સમજાશે અને જ્યારે તે કહેશે, જે દએવ(અશુભ)ને ધિક્કારે છે અને જે અદરને કાયદે પાળે છે એવા જરથુસ્ત હું અનુયાયી છું, હું મઝદને ભક્ત છું એમ કબૂલ કરું છું.૧૮ " ત્યારે સૃષ્ટિ પૂર્ણતાની સમીપ પહોંચશે, અને તે સમયે પ્રવર્તમાન હશે માત્ર ઇષ્ટ અથવા શુભ-અનિષ્ટ તત્ત્વને નાશ થયો હશે અને અહરિમાનનું આ સૃષ્ટિ પર અસ્તિત્વ રહેશે નહિ. આ તબકકાની પરિસ્થિતિનું વર્ણન આમ મળે છે: “પછીથી બધા માણસો ગાળેલી ધાતુમાંથી પસાર થશે અને શુદ્ધ બનશે. બધા માણસો એક અવાજે અદ્ભર મઝદ અને દેવદૂતોની સ્તુતિ કરશે તે વખતે અદૂર મઝદ પિતાનું કાર્ય પૂર્ણ કરશે.”૨૦ આમ, આપણે એ જોઈ શકીએ છીએ કે જરથુસ્તધર્મ એક એવા તેજસ્વી ભાવિની આશા આપે છે જ્યાં અશુભ અને અનિષ્ટને સંપૂર્ણ પણે નાશ થયો હોય, અને શુભ અને શિષ્ટનું સામ્રાજ્ય પ્રવર્તતું હોય. અશુભ તાના અંત સાથે એના નેતા અહરિમાનનું પણ અસ્તિત્વ નહિ હોય. આથી જગતના વર્તમાન પ્રવાહમાં શુભ - અશુભ, ઈષ્ટ-અનિષ્ટ, પ્રકાશ–અંધકાર, અદૂર મઝદ - અહરિમાન, સ્પેામન્યુ - એંગ્રામન્યુ વચ્ચેને ઠંધ ભલે ચાલુ રહેતું હોય, એમાં અંતિમ 18. એજ, 4 : 215 - 216 19 એજ, 31 : 202, 212, 247. 20 એજ, 5 : 126.