________________ ધર્મોના તુલનાત્મક અધ્યયનનો વિકાસ 53 આ કેઈ આધાર પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આ દ્વારા આપણે માટે અણખુલ્યું છે એ રીતે જ આગળ વધવું રહ્યું. 7. ઇતિહાસકાળ આધારિત વર્ગીકરણ : ઉત્પત્તિકાળ આધારિત ધર્મોનું વર્ગીકરણ આપણે આગળ જોયું. અહીંયાં આપણે ધર્મોનું ઈતિહાસકાળ આધારિત વગીકરણ જોઈએ. કોઈપણ ધર્મને “ઉત્પત્તિકાળ લગભગ નિશ્ચિત છે. પરંતુ જે તે ધર્મની ઉત્પત્તિ પછી ઇતિહાસના કાળપ્રવાહમાં જે તે ધર્મના કેવા પલટા થયા છે, એના સ્વરૂપમાં કેવું પરિવર્તન થયું છે, એમાંથી ક્યા નવા ધર્મો નીપજ્યા છે, એમાં કયા અને કેવા પ્રકારના સંપ્રદાયો ઉપસ્થિત થયા છે, એ આધારે ધર્મોનું વર્ગીકરણ કરવામાં આવે, તે લગભગ પ્રત્યેક ધર્મ માટે એમ કહી શકાય કે તેનું ઉત્પત્તિકાળનું મૂળ સ્વરૂપ અને તેનું પલટાયેલું પરિવર્તનશીલ સ્વરૂપ અલગ છે. પ્રત્યેક ધર્મ એક એવી પ્રક્રિયામાંથી પસાર થાય છે જેમાં ઉદબોધાયેલ ધર્મની સામે હળ કે પ્રચંડ વિરોધ ઉઠાવવામાં આવે છે, અને વિરોધ જો અતિ પ્રચંડ હોય છે એમાંથી એક નવો ધર્મ નીપજે છે. જૈનધર્મ અને બૌદ્ધધર્મની ઉત્પત્તિ હિંદુધર્મ સામેના પ્રચંડ વિરોધમાંથી થયેલી છે. એ જ પ્રમાણે હિબ્રધર્મ સામેના પ્રચંડ વિરોધમાંથી ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિ થયેલી છે. પરંતુ જ્યારે મૂળ ધર્મ કે પરિવર્તનશીલ ધર્મની સામે બળ હળવા પ્રકાર હોય તે એમાંથી જ એ ધર્મની અંદર બીજે ધર્મ-સંપ્રદાય ઉપસ્થિત થાય છે. આ રીતે હિંદુધર્મની અંદર શિવમાર્ગ અને વિષ્ણુમાર્ગના બે મુખ્ય સંપ્રદાયો ઉપસ્થિત થયા. શિવમાર્ગ સંપ્રદાયના વળી વિવિધ સંપ્રદાયે તે ઉપસ્થિત થયા અને એ જ પ્રમાણે વૈષ્ણવ સંપ્રદાયના પણ અનેક ફાંટાઓ પડ્યા. લગભગ પ્રત્યેક ધર્મને માટે આ સાચું છે અને આજે વિશ્વને એકેય ધર્મ એવો નથી જેમાં બે કે તેથી વધારે સંપ્રદાયે ન હેય. ઇતિહાસના કાળપ્રવાહમાં શું અમુક એક નિશ્ચિત સદીમાં જ વિવિધ ધર્મોમાં આ પ્રકારના વિરોધ જાગ્યા છે ? એ માટેના ક્યાં અતિહાસિક કારણો સંભવી શકે? જે જે તે ધર્મની સામે વિરોધ, ઇતિહાસકાળમાં સમૂહગત રીતે કોઈ એક ચોક્કસ સમયમર્યાદામાં નહિ, પરંતુ જુદે જુદે સમયે થયે હેય તે એ જુદા જુલ સમયનું એતિહાસિક મૂલ્યાંકન એકસરખું છે ખરું ?