________________ 134 ધર્મોનું તુલનાત્મક અધ્યયન નથી. બૌદ્ધધર્મ એક એવી માગ છે જેના પાયા નૈતિકતા અને તત્વજ્ઞાનમાં સમાયા છે અને એને એક માત્ર આધાર સ્વરૂપ-સિદ્ધિ છે. આ હકીક્ત “ધમ્મપદમાં આ રીતે કહેવાઈ છે : “સર્વ અનિષ્ટોને ત્યાગ કરવો જોઈએ.” સર્વ શુભની પ્રાપ્તિને પ્રયાસ કરવો જોઈએ અને મનની પવિત્રતા કેળવવી જોઈએ.” બુદ્ધને આ જ સંદેશ છે. પ્રાર્થનાનું સ્થાન બૌદ્ધધર્મમાં ચિંતન અથવા તે સમાધિ લે છે. સમાધિથી આત્મસંયમ, આત્માનુશાસન, આત્મ નિમંળતા અને અંતે આત્મબંધ થાય છે. 2. ધર્મ સ્વરૂપ : બૌદ્ધધર્મના સ્વરૂપની થોડી વાતો ઉપર ધી. પરંતુ, બૌદ્ધધર્મના સ્વરૂપ વિશે કેટલાક પ્રચલિત ખ્યાલોની સમીક્ષા કરવી જરૂરી છે. 1. એમ કહેવાય છે કે બૌદ્ધમત નાસ્તિક છે.. એમ કહેવું કે બૌદ્ધમતમાં કોઈ પરમશક્તિને ઈન્કાર કરવામાં આવ્યું છે એ વાજબી નથી. બુદ્દે આવા પરમતત્ત્વની હયાતીને કદીયે સ્પષ્ટ નકાર કર્યો નથી. કારણ કે પ્રત્યેક નકાર એની સાથે જ એક હકાર અથવા સ્વીકારને પ્રત્યક્ષ કરે છે. એ સાચું છે કે બુદ્ધ પિતે પરમતત્ત્વ વિશે મૌન રહ્યા છે. પરંતુ, જે એમના મૌનને ઈશ્વરના ઈન્કાર તરીકે ન ઘટાવી શકાય તે એને બીજી શી રીતે ઘટાવી. શકાય ? બુદ્ધનું ધ્યેય પ્રત્યેક જીવ માટે શાંતિ અને મુક્તિ પ્રાપ્ત કરવાનું રહ્યું છે. જગતમાંથી દુઃખ દૂર કરી શકાય એ એમને આદર્શ રહ્યો છે. આપણે આગળ જોઈશું તેમ સૃષ્ટિમાં સર્વત્ર દુઃખ જ છે, સૃષ્ટિ દુખસભર છે એમ એમણે અવળ્યું અને અનુભવ્યું. આથી, એમનું એકમાત્ર ધ્યેય દુઃખનું નિરાકરણ કરવાનું રહ્યું. દુઃખના નિરાકરણ માટે કોઈ પ્રકારના પરમતત્તવની આવશ્યક્તા. એમને જણાઈ નહિ અને એથી એમણે એવા કઈ પરમતત્વ વિશે વિચારણા ન કરી તેમ જ એમના ઉધમાં એવા કોઈ ઉલ્લેખ કર્યો નહિ. દુઃખના નિરાકરણ માટે પરમતત્વને સ્વીકાર કે એના સ્વરૂપની જ એમને અનિવાર્ય લાગી નહિ. આમ, બૌદ્ધધર્મને નાસ્તિક તરીકે ઘટાડી શકાય નહિ. 2. કેટલાક વિચારકે બૌદ્ધધર્મ નિરાશાવાદી છે એમ કહે છે. બૌદ્ધધર્મ નકારાત્મક વલણ અખત્યાર કરે છે અને જગતમાં સર્વત્ર દુઃખ છે એવા તારણ પર આવે છે.