________________ 140 ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ બધાં અવરોધક બળોને દૂર કરવા માટે તથા જે આદર્શ સિદ્ધ કરવા માટે વ્યક્તિએ પિતા સમક્ષ મૂકે છે તે જલ્દીથી સિદ્ધ કરી શકાય એ માટે આ - અવરોધક બળોના વિધી કેટલાંક બળોને વિકાસ વ્યક્તિએ કરવો જરૂરી બને છે. આમાં આપણે મુખ્યત્વે કરીને શક્તિ, આનંદ, શાંતિ, સમાનતા, કરુણા, પ્રેમ, દયા વગેરેને સમાવેશ કરી શકીએ. માનવજીવનને બે વિરોધાભાસી બળો વચ્ચે ઝોલા ખાતા લેલક સાથે સરખાવી શકાય. ઘડીકમાં દુષ્ટ પ્રકારનાં બળો એના જીવન પર વર્ચસ્વ જમાવે છે અને જીવન એવાં બળોની સમીપ આવે છે, તે કયારેક ઈષ્ટ પ્રકારનાં બળો જીવન પર વર્ચસ્વ જમાવે છે અને જીવન પિતે એવાં બળોની સમીપ આવે છે. આર્ય અષ્ટાંગમાર્ગને બેધ એ જ છે કે જીવન હંમેશા ઈષ્ટ બળોની સમીપ રહે અને એમ કરી કાળાનુક્રમે જીવનમાં વિકાસ પ્રાપ્ત થાય. હિંદુધર્મ તેમ જ જૈનધર્મમાં કર્મના સિદ્ધાંતની વિચારણા આપણે કરી. -બૌદ્ધધર્મમાં પણ કર્મનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. બૌદ્ધધર્મમાં સૃષ્ટિના કોઈ કાર્યને સ્વીકાર કરવામાં આવ્યો નથી અને એથી સૃષ્ટિમાં પ્રવર્તમાન જીવન-મૃત્યુની ઘટમાળ તેમ જ સૃષ્ટિમાં પ્રવર્તતી અસમાનતા સમજાવવી જરૂરી રહે છે. સૃષ્ટિને કઈ સર્જનહાર હોય તે સામાન્યતઃ તેને અનુલક્ષીને આ બાબતે સમજાવવામાં આવે. પરંતુ બૌદ્ધધર્મમાં એવો કોઈ સ્વીકાર ન હોઈ આ પ્રશ્નની સમજણ માટે કર્મનો સિદ્ધાંત આગળ ધરવામાં આવે છે. - સૃષ્ટિમાં પ્રવર્તતી અસમાનતા કોઈ અંધ તકને અનુલક્ષીને કે કોઈ અકસ્માત -તરીકે કે સર્જનહારના સ્વૈરવિહાર તરીકે સમજાવી શકાય નહિ અને એથી બૌદ્ધધર્મમાં એ સમજાવવા માટે વ્યક્તિના પૂર્વજન્મનાં કાર્યોને આશ્રય લેવામાં આવે છે. વ્યક્તિના આ જન્મના સ્થાન માટે અને એના વર્તમાન જીવન પ્રકાર માટે વ્યક્તિ કાર્ય કરે છે એ અનુસારનું જીવન એને પ્રાપ્ત થશે એમ પણ બૌદ્ધમત ભારપૂર્વક બૌદ્ધમતમાં પતિપદા-સમૃત્પાદ(Dependent origination)ના સિદ્ધાંત -અનુસાર અજ્ઞાનમાંથી નીપજતું “કમ્મ” અથવા કર્મજીવન અને મૃત્યુની ઘટમાળ