________________ ૧૫ર ધર્મોનું તુલનાત્મક અધ્યયન આ બધું હિબ્રધર્મ-સાહિત્ય, હિબ્રુ ભાષામાં લખાયું છે. સમગ્ર સાહિત્યના સમૂહને “જૂને કરાર” (Old testament) તરીકે વર્ણવવામાં આવે છે. એમાં આ બધા ધર્મગ્રંથોને ઓગણપચાસ ભાગોમાં ગોઠવવામાં આવ્યા છે જૂને કરાર ઈ. સ. પૂ. 1850 થી ઈ. સ. પૂ. ૧૫૦ના ગાળા દરમ્યાન જુદા જુદા સમયે લખાયેલ ઓગણચાલીસ પુસ્તકોના સમૂહને જૂના કરાર તરીકે ઓળખાવવામાં આવે છે. એમાં સમાવિષ્ટ થયેલાં પુસ્તકનું કદ, ગુણ અને ઉપયોગિતા એકસરખા નથી. કેટલાક ઇતિહાસ તરીકે આધારિત કહી શકાય એવાં છે, તે કેટલાંક એવાં નથી. શામ (Psalm), જેબ (Job) વગેરે જેવાં પુસ્તકે પયગંબર વાણીને સંધરે છે અને ઉચ્ચ કક્ષાની કવિતા આપે છે. પરંતુ જૂના કરારનું મૂલ્ય નથી તે એની સાહિત્યિક વિશિષ્ટતામાં કે નથી તે તત્કાલીન ઈતિહાસ પ્રવાહ પર એમાં ફેંકાયેલા પ્રકાશ પર. પરંતુ એનું મૂલ્ય તે એમાં અપાયેલ હિલધર્મના વિકાસની તેજરેખામાં છે. કારણકે એના સંપૂર્ણ પરિપાકરૂપે અને એને સ્વીકારીને ક્રાઈસ્ટ ખ્રિસ્તી ધર્મની સ્થાપના કરી છે. હિબ્રુ ધર્મગ્રંથને રાહ (Torah) તરીકે પણ ઓળખવામાં આવે છે. રાહની સામે કંઈ પણ કહેવું કે એની વિરુદ્ધ કંઈ પણ કરવું એ પાપ છે. એમાં આપેલ આદેશને ભંગ કરે એ ઈશ્વરની અવજ્ઞા કરવા બરાબર છે. સમગ્ર સૃષ્ટિને સર્જક ઈશ્વર હઈ સૃષ્ટિમાં ઈષ્ટ અને અનિષ્ટ એવું કંઈ જ નથી. પરંતુ માનવી જ્યારે ઈશ્વરનો અનાદર કરે છે, એને ઇન્કાર કરે છે, ત્યારે અનિષ્ટ નીપજે છે. ઈશ્વરે માનવીને બક્ષેલ સંકલ્પ સ્વાતંત્રમાંથી અનિષ્ટ પેદા થાય છે. અનિષ્ટની અસર બે પ્રકારની હોય છે. સામાજિક દષ્ટિએ અનિષ્ટ પૃથ્વી પર ઈશ્વરના સામ્રાજ્યના અવતરણમાં વિનરૂપ છે. વ્યક્તિગત દૃષ્ટિએ અનિષ્ટના આચરણ માટે વ્યક્તિને શિક્ષા ખમવી પડે છે. શિક્ષામાંથી મુક્તિ મેળવવા માટે હિબ્રધર્મીઓ પ્રાર્થના કરે છે અને તપશ્ચર્યા પણ કરે છે. આવી પ્રાર્થના અને તપશ્ચર્યાથી માનવીનું અંતઃકરણ શુદ્ધ થઈ એનું ધાર્મિક પરિવર્તન થાય છે એ નીચેના દાખલાથી સમજાશે : "Cause us to return our father unto thy law. Draw us near, O our king! unto thy service.