________________ 184 ધર્મનું તુલનાત્મક અધ્યયન મિથદેવ એમને માટે આરાધ્યદેવ હતા અને એ દેવની સમક્ષ પશુવધ કરવામાં આવતા હતા તેમ જ મદિરાપાન પણ થતું હતું. આને લીધે એક પ્રકારની અનૈતિ એ સમયના ધર્મમાં પ્રવેશી હતી. એ સ્વાભાવિક છે કે એકેશ્વરવાના વિચારને દઢપણે વળગેલા જરથુસ્ત આ વિવિધ દેવનો સ્વીકાર ન કરે અને પ્રચલિત કુરિવાજો તથા અનૈતિક્તા અને વિવિધ પ્રકારના યજ્ઞમાં અપાતા બલિને વિરોધ કરે. આમ, જરથુસ્સે આપેલી ગાથાઓ અનુસાર જરથુરતીધર્મ સ્થપાયે ત્યારે રાજ્યમની પરિસ્થિતિ આવી હતી ? માન્યતા. 2. દેવને બલિ આપવાની પ્રથા. પશુઓના ઉદ્ધારને માટે જે યજ્ઞ કરવામાં આવે તેમાં બળદનું બલિદાન આપવામાં આવતું અને લોકોને બળદના માંસના ટુકડા આપવામાં આવતા. વળી સ્થળના ઉદ્ધારને માટે “હાઓમ' યજ્ઞ કરવામાં આવે. આ યજ્ઞવિધિમાં તેઓ સુરાપાન કરતા અને એને અમરતાને માર્ગ માનતા. 3. અગ્નિ એ રમઝદનું પ્રતીક છે. કારણકે અગ્નિની જેમ જ રમઝદ શુદ્ધ, નિર્મળ, ન્યાયી અને પવિત્ર છે. આમ અગ્નિને માનભર્યું સ્થાન આપવામાં આવ્યું હતું. આમાંથી પ્રથમ બેની સામે જરથુસ્ત વિરોધ કર્યો અને ત્રીજાને એમણે સ્વીકાર કર્યો. એમણે પ્રબોધેલ ધર્મ તે અવેસ્ત ધર્મ જે ગાથાઓમાં અને અન્ય સાહિત્યમાં પ્રાપ્ત થાય છે અવસ્તા ધર્મ : અવસ્તા એ જરથુસ્તધર્મનાં શાસ્ત્રોનું એક વ્યાપક નામ છે. જેમ. વેદ અર્થ જ્ઞાન થાય છે તેમ અવસ્તા શબ્દનો અર્થ પણ જ્ઞાન થાય છે. આ શાસ્ત્રો અવસ્તા ભાષામાં લખાયેલાં છે. અસ્તિક વાઝેન્ડના વિસ્તૃત સાહિત્યમાંથી અવેસ્તા એક નાનો ભાગ છે. મૂળ અવેસ્તા ગ્રંથમાંથી અત્યારે પ્રાપ્ત નીચે મુજબ છે :