________________ જરથુસ્તધર્મ . ઓળખાય છે. પાછળથી આ બે પદોને એક કરી ઔરમઝદ (Ormazd) તરીકે ઓળખવામાં આવે છે. રમઝદને અર્થ થાય છે “શાણું પ્રભુ!” આ રાજ્યધર્મમાં રમઝદને એક જ પ્રભુ તરીકે સ્વીકારવા છતાં પિતાની પ્રજાજનોના અન્ય દેવને નકાર કરવામાં આવ્યું નથી. વળી પ્રકાશના દેવ “મિથ” (Mithra) તથા પાણીના દેવી અનાહત(Anahata)ને પણ આ સર્વોપરી દેવ સાથે સાંકળવામાં આવ્યા છે. આ ઉપરથી પસંયને અગ્નિ અને પાણીને કેટલે આદર કરતા હતા તે સ્પષ્ટ થાય છે. આ રમઝદ આકાશ, પૃથ્વી, પ્રાણુઓ અને માનવના સુખના સર્જક છે. એમની પૂજા કરવામાં આવે છે. એ તબક્કે મંદિરનું અસ્તિત્વ જાણવામાં નથી. એસેરિયાની અસર નીચે પછીથી કદાચ એ દાખલ થયા હોય એ સંભવિત છે. હિરેડેટસના કથન અનુસાર પિતાની પૂજામાં પર્સિયને કોઈ મૂર્તિને ઉપયોગ કરતા ન હતા. . આ ધર્મનું નૈતિકજીવન રમઝદના આ કથનમાંથી ફલિત થાય છે. જૂઠાણું એ કનિષ્ટ પાપ છે.” અકેમિનિદ યુગના ધર્મનું વર્ણન કરતા હિરેડેટસ જણાવે છે કે, એ સમયમાં ધર્મઆચરણમાં ધર્મ અનુયાયીઓ પોતાના દેવોમાં મનુષ્ય સ્વરૂપનું આરોપણ નહતા કરતાં. આમ છતાં તેઓ સૂર્ય, ચંદ્ર, અગ્નિ, પાણી, પૃથ્વી અને વાયુને દેવ તરીકે માનતા હતા. તેઓની પૂજનવિધિને પ્રકાર પણ વિશિષ્ટ હતો. પહાડ પર ઘાસ પાથરી તેના પર તેઓ બલિના ટુકડા મૂકતા હતા. આ ધર્મના પુરોહિતે “માગુઓ કહેવાતા. માગુઓની સત્તા ધીમે ધીમે વધતી જતી હતી અને એક વેળા તે એક રાજવીએ “માગુઓનાં બળવાને દબાવી દેવા સાથે કેટલાક માગુઓને દેહાંતદંડની સજા પણ કરી હતી. એ સેંધવું જોઈએ કે ગાથામાં “મા”” શબ્દ જોવા મળતો નથી. અનેક શિલાલેખોમાં અકેમિનિટ રાજવંશના રાજાઓએ તેમના પરાક્રમો અને તેમને અંગેની અન્ય માહિતીઓ કોતરાવી છે. પરંતુ એની સાથે સાથે ધર્મ વિષયક કેટલીક બાબતોને ઉલેખ પણ કરેલું જોવા મળે છે. આવા શિલાલેખોના આધારે એમ કહી શકાય કે એ લેક અને કેશ્વરવાદમાં માનતા હતા. કારણકે અનેક દેવોનાં નામો ઉલ્લેખ મળે છે. જો કે એમના મુખ્ય દેવ તે રમઝદ હતા. તો યે મિથ, અનાહિત વગેરેને ઉલ્લેખ થયેલો જોવા મળે છે.'