________________ ખ્રિસ્તી ધર્મ 159 ચર્ચામાં આપણે ઊતરીએ નહિ. એ એક સ્વતંત્ર અભ્યાસનો વિષય છે અને આ પુસ્તક્ની મર્યાદાની બહાર છે. પ્રભુ એક છે અને સમગ્ર સૃષ્ટિનો એક જ પુરુષ છે તથા તે ન્યાયી છે એમ તે ક્રાઈસ્ટના જન્મ સમયે લગભગ બધા જ હિબ્રઓ માનતા. પરંતુ તેઓ વધુમાં એમ પણ માનતા કે તેમના પરમ-પિતા અબ્રાહમ સાથે પ્રભુએ એક એ કરાર કર્યો છે જેથી હિબ્રૂ પ્રજાને ઈશ્વર સાર્વભૌમત્વભર્યું વિશિષ્ટ સ્થાન પ્રદાન કરશે. પ્રભુના સામ્રાજ્યના ઉબેધમાંથી સહજ રીતે ફલિત થત એ જિસસને ઉપદેશ હિબ્રૂઓને અસ્વસ્થકારી લાગતું. જિસસનું ગરીબ પ્રત્યેનું સૌજન્ય, મમતા અને તેમને માટેની લગની એમના અનેક ઉપદેશમાં સમાવિષ્ટ છે. જેનો સારભાગ “સર્મન ઓન ધી માઉન્ટ'માંના નીચેના કથનથી સ્પષ્ટ થાય છે ? "Blessed are they who suffer persecution for the sake of righteousness, for theirs is the kingdom of heaven." આમ, સચ્ચાઈ ને માટે કોઈપણ પ્રકારનો ત્યાગ અને વેદનાનું ગાયટન જિસસે સહજ બનાવ્યા અને જેઓ સચ્ચાઈને માટે કઠિનાઈઓ ખમવા તૈયાર છે એમનું જ ઈશ્વરી સામ્રાજ્ય છે એમ કહ્યું. પરંતુ, એની સાથે જ કેટલાક માનવીય ગુણો પર એમણે ભાર આપે અને એમણે કહ્યું : "Blessed are the meek, for they shall inherit the earth. Blessed are the merciful, for they shall obtain mercy." અહીંયાં એમણે નમ્રતા અને દયાના ગુણેના વિકાસની વાત રજૂ કરી. નમ્રતા અને દયાનું માનવજીવનમાં હંમેશા મહત્વનું સ્થાન રહ્યું છે - ક્રાઈસ્ટના પહેલાના સમયમાં રહ્યું છે - ક્રાઈસ્ટના સમયમાં અને જિસસના પછીના સમયમાં પણ. પરંતુ એ સ્થાનની પ્રાપ્તિના પ્રયાસનાં ક્ષેત્રમાં માનવની સરિયામ નિષ્ફળતા રહી છે. ગરીબાઈ એ ગુને નથી, અવરોધ નથી, તેમ જ નમ્રતા અને દયા જીવનસભર કરવા માટે જરૂરી છે, એમ ઉપદેશ્યા પછી તેઓ હદયની પવિત્રતા ઉપર ભાર મૂકતા કહે છે : "Blessed are the pure in heart, for they shall see God."