________________ 158 ધર્મોનું તુલનાત્મક અધ્યયન માટે એમણે એક અનોખી રીત અજમાવી હતી. તેઓ લોકોને જોઈને નદીમાં નાન કરવાને માટે કહેતાં. શુદ્ધિકરણને આ પ્રકાર તથા પાપ-વિમેચનની આ પ્રથા હિંદુધર્મમાં પણ કયાં જોવામાં આવતી નથી ? સ્નાન પોતે જ પાવનકારી છે, પવિત્રતા અર્પે છે, અને તેમાંયે અમુક પવિત્ર નદીમાં કે મહાસાગરમાં કે સંગમના સ્થાનને વિશિષ્ટ મહાત્મય આપવામાં આવ્યું છે. માનસિક શુદ્ધિ પૂર્વે દૈહિક શુદ્ધિની ના કેમ પાડી ભાવાવેશને શાંત કરે છે તેટલે અંશે સ્નાનની અગત્ય કેમ નકારી શકાય ? જિસસ જ્યારે ત્રીસ વર્ષના થયા ત્યારે, તેઓ એક દિવસ એમના પિત્રાઈ પાસે જઈને, એમને પણ પવિત્ર રનાન કરાવડાવવા કહ્યું. હેનને એવી અંતઃભૂતિ હતી કે પિતાના ધર્મમાં મસીયાહની (ઉદ્ધારકની) જે વાત છે તે મસીયાહ આ જિસસ જ છે. આથી, એમણે જિસસને કહ્યું : “મારે તો મારા પાપોની ક્ષમા આપની પાસે માંગવાની હોય.” જિસસે જહેનને સમજાવ્યા અને છેવટે એમણે પવિત્ર સ્નાન કર્યું. તેઓ જ્યારે નાન કરતા હતા ત્યારે એક ગેબી અવાજ પ્રસારિત થયો અને કહ્યું : “આ મારે પ્રિય પુત્ર છે, અને હું એનામાં સંતુષ્ટ અને રાજી છું.” - 2. પ્રભુનું સામ્રાજ્ય : આ પ્રસંગ પછી જિસસમાં એક પ્રકારનું પરિવર્તન થયું અને પિતાને જે દર્શન લાવ્યું તે એમણે જનસમાજને આપવાનો પ્રયાસ કર્યો. જિસસને જે કોઈ એક મહત્વને સંદેશ હોય છે તે પ્રભુના સામ્રાજ્યને છે. જિસસના આ સિદ્ધાંતે એક જબરી ક્રાંતિ સર્જી છે. માનવવિચારને એણે એક ગજબની ગતિ અપી છે. પ્રભુની દૃષ્ટિએ સર્વ સમાન છે, અને પ્રભુના સામ્રાજ્યના સર્વે સભ્યો છે, એમ કહીને જિસસે માત્ર માનવ સમાનતાને ખ્યાલ પ્રચલિત કર્યો એટલું જ નહિ, પરંતુ માનવ-માનવ વચ્ચે ખડકાયેલ અનેક દીવાલેને આ એક માત્ર વિચારથી ભસ્મીભૂત કરી. ફ્રાંસના માનવ સમાનતા, માનવ સ્વાતંત્ર્ય અને માનવ ભાતૃત્વના ખ્યાલ પર રચાયેલ ક્રાંતિના બીજ જિસસના આ ઉપદેશમાં સમાયેલા નથી ? રાજ્યવિહેણું, - કાર્લ માર્કસના વિચારોના મૂળ જિસસના આ ઉપદેશમાં નથી ? પરંતુ આની