________________ ખ્રિસ્તી ધર્મ 177 ધર્મના સમગ્ર ઈતિહાસ પર નજર ફેંકતા બે બાબતે સ્પષ્ટ થાય છે.૧૩ એક તે વ્યક્તિનું સમાજના સભ્ય તરીકેનું અસ્તિત્વ અને એના ઈશ્વર સાથેના સંબંધ માટેની ઝંખના, અને બીજુ, વ્યક્તિ સામાજિક ધ્યેયની પ્રાપ્તિ માટેનું એક સાધન હોવા છતાં વ્યક્તિ પિતે જ સમાજનું એક ધ્યેય છે. આથી, સામાજિક એય કે વ્યક્તિગત ધ્યેયને એકમેકના વિરોધી તરીકે રજૂ કરી શકાય નહિ. એકની આપણું પર જ છે, એટલું જ નહિ પરંતુ પ્રગતિનું ધ્યેય માનવીની બહાર નહિ પરંતુ માનવીની અંદર જ છે. આથી પ્રત્યેક માનવી પિતાને જે ધ્યેય સિદ્ધ કરવાનું છે એ સિદ્ધ કરી શકે એમ છે. મુક્તિના માર્ગે પ્રયાણ કરવા માટે પ્રભુમાં અને જિસસમાં તેમ જ પ્રભુની ક્ષમાશીલતા અને કૃપાભાવના પર શ્રદ્ધા રાખવાનું અને હૃદયની પવિત્રતા જાળવવાનું જરૂરી છે ખ્રિસ્તી ધર્મમાં માનવી આપબળે મુક્તિ મેળવી શકે એમ નથી. મુક્તિની પ્રાપ્તિ માટે આગળ કહ્યું તેમ પ્રભુની ક્ષમાશીલતા અને કૃપાભાવના અત્યંત આવશ્યક છે. પરંતુ ઈશ્વરની ક્ષમાભાવના અને એમની ન્યાયત્તિ વચ્ચે એક સમન્વય સાધવાને ખ્રિસ્તી ધર્મ પ્રયાસ કરે છે. ઈશ્વરની કૃપાને પાત્ર માત્ર તે જ વ્યક્તિ બની શકે જે ઈશ્વરના આદેશ અનુસારનું જીવન જીવ્યો હોય અને જેણે પિતાના પાપનું સાચું પ્રાયશ્ચિત્ત કર્યું હોય. આ સંદર્ભમાં ખ્રિસ્તી વિચારકે જે એક પ્રશ્નને વિવિધ વિરોધી દૃષ્ટિબિંદુઓથી વિચારે છે તેને ઉલ્લેખ કરી લઈએ. મુક્તિ શ્રદ્ધાથી પ્રાપ્ત થાય છે કે કાર્યથી પ્રાપ્ત થાય છે એ અંગે વિવિધ વિચારે પ્રચલિત છે. સામાન્ય રીતે એ સાચું છે કે ખ્રિસ્તી ધર્મ શ્રદ્ધા અને વિશ્વાસને ધર્મ છે અને છતાં ય વ્યક્તિનાં કર્તવ્ય એટલાં જ મહત્ત્વનાં છે. હકીક્તમાં તે વ્યક્તિનાં કર્તવ્યો એના વિશ્વાસની પારાશીશી સમાન છે અને વ્યક્તિ પિતાના ધાર્મિક વિશ્વાસમાં કેટલી નિષ્ઠાવાન અને અડગ છે એનો ખ્યાલ આપે છે. આથી એમ કહેવું ઉચિત છે કે મુક્તિપ્રાપ્તિમાં શ્રદ્ધા અને કાર્ય બંને મહત્ત્વનાં છે. 13 જેનસ, એફ. બી. : એન. ઇન્ટ્રોડકશન ટુ ધી સ્ટડી ઓફ પેરેટિવ | ; રિલિજિયન, પા. 253. . . . . . ધર્મ 12