________________ ખ્રિસ્તી ધર્મ ચ, અનિષ્ટ : જેનેસિસ ૧માં સર્જનની વાર્તામાં એમ કહેવાયું છે કે પ્રભુએ સૃષ્ટિ તરફ દષ્ટિ કરી અને જોયું કે એ “શુભ” છે. છતાં પણ બાઇબલમાં અન્ય સ્થળે અનિષ્ટને સૃષ્ટિની એક મહત્ત્વની વિશિષ્ટતા તરીકે ઉલ્લેખવામાં આવેલ છે. ખ્રિસ્તી ધર્મમાં અશુભ તત્વના વિવિધ પ્રકારે સ્વીકારાયા છે, અને એ તના પરિણામે જે દુઃખ માનવને ભોગવવું પડે છે તે તેમ જ એમાંથી મુક્તિ શી રીતે મેળવી શકાય એની વિચારણું કરવામાં આવી છે. આવું પૃથક્કરણ આર. ઈ. હ્યુમે૧૧ આપવાનો પ્રયાસ કર્યો છે. અશુભ તત્ત્વ આનુવંગિક દુઃખ આનુષગિક મોક્ષ ભૌતિક દુઃખ, પીડા, માંદગી આરોગ્ય પ્રાપ્તિ બૌદ્ધિક અજ્ઞાન જ્ઞાન તાવિક વ્યક્તિ મર્યાદા પૂર્ણતા, તાદામ્યતા ભાવાવેગ વિષયક શાંતિ, સૌમ્યતા ઈચ્છા વિષયક નિષ્ફળતા સત્તાપ્રાપ્તિ, ફતેહ તિ પ્રાપ્તિ ધર્મિષ્ઠતા સામાજિક અવ્યવસ્થા, અન્યાય પદ્ધતિસરને ન્યાય કાયદિક ગુનો કાયદાપાલનપણું સૌંદર્ય વિષયક અરૂપતા રૂપતા, સૌંદર્ય લેકવ્યવહાર અનૌચિત્ય ઔચિત્ય, ક્રિયા નૈતિક ખોટું સારું ધાર્મિક પ્રભુ સામે અપરાધ આમ સૃષ્ટિમાં શુભ અથવા પૂર્ણતાના અભાવમાં અશુભનું અસ્તિત્વ છે. ખ્રિસ્તી ધર્મ પાપ પર ઘણે ભાર મૂકે છે. એ મતાનુસાર આદિ માતા-પિતાના મૂળ પાપનું પરિણામ હજી પણ માનવજીવ પર લદાયેલ છે. કેટલીક વેળા પાપ તત્ત્વને ખ્રિસ્તી ધર્મમાં અપાતા મહત્ત્વના પરિણામે એને નિરાશાવાદી ધર્મ તરીકે કેટલાક ઓળખાવવા પ્રયત્ન કરે છે. પરંતુ ખ્રિસ્તી ધર્મ એ બાબત ભારપૂર્વક રજૂ કરે છે કે ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં, પાપ એ મોટામાં મેટો અવરોધ છે. ખ્રિસ્તી ધર્મ માત્ર એક ઈશ્વરને જ અંતિમ તરીકે સ્વીકારે છે અને એથી અશુભનું કેઈતાત્વિક 11 ધી વર્લ્ડસ લિવિંગ રિલિજિયન્સ, પા. 253 , ,