________________ ખ્રિસ્તી ધર્મ 173 પ્રભુનું ત્રીજું સ્વરૂપ તે પવિત્ર આત્મા. આ પવિત્ર આત્મા એટલે શું? વ્યક્તિનું શુદ્ધ સ્વરૂપ - વ્યક્તિનું આત્મ સ્વરૂપ કે વ્યક્તિનું દેવી રવરૂપ ? ખ્રિરતીધર્મ શું ખરેખર એમ સ્વીકારે છે કે સૃષ્ટિસર્જક પિતામય ઈશ્વર અને માનવી સ્વરૂપે પ્રત્યક્ષ થનાર પુત્રવરૂપ ક્રાઈસ્ટના કરતા, પવિત્ર આત્માનું સ્વરૂપ અલગ છે? જો એમ હોય તે પ્રત્યેક મનુષ્યમાં સમાવિષ્ટ દેવી ગુણને પવિત્ર આત્મા. તરીકે ઘટાવી શકાય. જે પ્રત્યેક માનવીમાં કંઈક અંશે પણ દૈવીતાવ હોય તો જ તેના વિકાસની સંભાવના રહે છે. પરંતુ જે ખ્રિરતીધર્મ આમ સ્વીકારે તે એક મહાન મૂળભૂત બાબતમાં ખ્રિસ્તી ધર્મ હિંદુધર્મની અતિ નિકટ છે એમ કેમ નહિ કહી શકાય ? આપણે આગળ જોયું છે તેમ હિંદુધર્મ અનુસાર પ્રત્યેક માનવી ઇશ્વરને અંશ છે. એ અંશને પૂર્ણતઃ વિકસાવાને એ એના સત્યસ્વરૂપ સમાન ત્યારે જ બને જ્યારે એ પ્રભુ સાથે તાદામ્ય મેળવે. વળી, જે એક જિસસમાં દૈવી અને માનવીય અંશ એકસાથે હોય, તો અન્ય માનમાં પણ એમ કેમ ન હોઈ શકે ? ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વરનાં આ ત્રણેય સ્વરૂપ તવદૃષ્ટિએ એકસરખાં ઈશ્વર જ છે અને છતાં ય વિચારની સ્પષ્ટતા માટે એમને એકમેકથી અલગ રજુ કરી શકાય. ખ્રિસ્તી ધર્મને ઈશ્વર ત્રિ-વરૂપનો સિદ્ધાંત, અને આગળ ચર્ચલ હિંદુધર્મના ત્રિમૂર્તિના ખ્યાલમાં કેટલે તફાવત છે તે અહીંયાં રજૂ કરેલ વિચારણામાંથી, જોઈ શકાશે. એક તે હિંદુધર્મના ત્રિમૂર્તિના ખ્યાલમાં એક જ ઈશ્વરનાં ત્રણ વરૂપને ખ્યાલ આપવામાં આવ્યો છે. સર્જક તરીકે બ્રહ્મા, સંચાલક તરીકે વિષ્ણુ અને સંહારક તરીકે શિવ. ખ્રિસ્તી ધર્મમાં પણ સર્જક પિતા તરીકે ઈશ્વરને આલેખવામાં આવ્યા છે, અને ઈશ્વરપુત્ર તરીકે ક્રાઈસ્ટનું સ્વરૂપ વિચારીએ તે એમનામાં સંચાલક અને સંહારક એમ બંને રવરૂપે સ્પષ્ટ થાય છે. સંચાલનને આધાર અને પાયે એમના ઉપદેશોમાં રજૂ થાય છે. શિવરવરૂપ સંહારબળનો સંહાર કરે છે. જેમાં વિશ્વસંહારક વિષને ગટગટાવીને શિવે એ સંહારકબળને સંહાર કર્યો, બરાબર એ જ રીતે અનીતિ, દુરાચાર, સ્વાર્થ અને સત્તાના સંહાર માટે જિસસે પિતાના દેહનું બલિદાન દીધું. જે આ રીતે વિચારીએ તે ખ્રિસ્તી ત્રિ-સ્વરૂપના ત્રી રવરૂપ પવિત્ર આત્માનું શું? આપણે આગળ કહ્યું છે તેમ જે એને.