________________ 172 ધર્મોનું તુલનાત્મક અધ્યયન સૃષ્ટિના સર્જક પિતા વર્ગમાં રહી સૃષ્ટિ પર આધિપત્ય ભોગવતા હોય એ પિતાની -સાથે જ તાદામ્યતા શી રીતે કેળવી શકાય ? કોઈપણ સંપૂર્ણ એકેશ્વરવાદી ધર્મ માટે આ સમસ્યા હંમેશા ઉપસ્થિત થાય છે. માનવીને તે એવા પ્રભુ સ્વીકાર્ય બની શકે જે એમની સમક્ષ પ્રત્યક્ષ થાય, અને જેમની સમીપ એ પોતે આવી શકે. સગુણ અને નિર્ગુણ ઈશ્વર તત્ત્વને સ્વીકારની જરૂરિયાત આમાંથી જ ઉપસ્થિત થાય છે. હિબ્રધર્મ સગુણ ઈશ્વર આપી શક્યો નહિ, અને ખ્રિસ્તીધર્મો એ આપવાને પ્રયાસ કર્યો. આમ છતાંય, એક ઈશ્વરના ખ્યાલને પણ એ વળગી રહ્યો. આમ કરવાને માટે એણે, જે ઈશ્વર જગતમાં પ્રત્યક્ષ થાય છે અને પ્રભુના પુત્રનું સ્વરૂપ આપ્યું. માનવદેહે આ રીતે માનવ સમક્ષ પ્રભુ પ્રત્યક્ષ થઈ શકે છે એ વાતને ખ્રિસ્તી ધર્મમાં સ્વીકાર થયે, અને છતાંય હિંદુધર્મના અવતારવાદને અહીંયાં વીકાર થયેલ નથી. અહીં પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ઈશ્વરનું પુત્ર તરીકેનું સ્વરૂપ શું કાળ બાધિત છે? જે મનુષ્યો સમક્ષ પ્રત્યક્ષ થવાને માટે ઈશ્વર પુત્ર સ્વરૂપે રજૂ થાય તો એમ અનેક વેળા ન થઈ શકે? અમુક એક જ સમયે અને અમુક ભૌગોલિક પ્રદેશમાં જ ઈશ્વરનું પુત્ર સ્વરૂપનું પ્રાકટય શા માટે મર્યાદિત થવું જોઈએ ? ઈશ્વરના જીવંત સંપર્કને ખ્રિસ્તી ધર્મ સ્વીકાર કરે છે, અને એ સંપર્ક જિસસમાં પ્રત્યક્ષ થયેલે છે, કારણકે જિસસ માનવી પણ છે. ઈશ્વરને પામવાને માટે જિસસ તો માનવ અને ઈશ્વર વચ્ચે સેતુસમાન છે. આથી જ ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરતા પુત્ર ક્રાઈસ્ટ ઉપર વિશ્વાસ રાખવા માટે તેમ જ તેમને પ્રેમ કરવા માટે, તેમની ભક્તિ કરવા માટે અને તેમના પર પિતાનું સર્વસ્વ છાવર કરવા માટે ભારપૂર્વક કહેવામાં આવ્યું છે. ક્રાઈસ્ટ, પ્રભુ અને માનવની એક્તા પ્રત્યક્ષ કરે છે. તાવિક દૃષ્ટિએ એ ઈશ્વર પણ છે, કારણકે એક જ ઈશ્વરનું એ સ્વરૂપ છે અને ઈશ્વરના પુત્ર તરીકે આ માનવદેહે પ્રત્યક્ષ પણ છે. ઈશ્વર અને મનુષ્ય વચ્ચેની એક્તાના પ્રતીક તરીકે ક્રાઈસ્ટને વ્યાવહારિક દૃષ્ટિએ પણ વિચાર કરી શકાય. ક્રાઈસ્ટ, માનવનું પુનરુત્થાન કરનાર છે એમ ખ્રિસ્તી ધર્મ માં કહેવાયું છે. પાપીજનનું ઈશ્વર સાથેનું પુનર્મિલન ક્રિાઈસ્ટ કરનાર છે. આ અર્થમાં ક્રાઈસ્ટ એ પ્રભુનું પ્રત્યક્ષીકરણ છે, પરંતુ સમગ્ર પ્રભુનું એ સંપૂર્ણ પ્રત્યક્ષીકરણ નથી; પરંતુ પ્રભુનું માનવ માટેનું જેવું સ્વરૂપ હોય એવું પ્રત્યક્ષીકરણ છે.