________________ 178 ધર્મોનું તુલનાત્મક અધ્યયન વિરુદ્ધ ખ્રિસ્તી ધર્મ એમ માને છે કે માનવને જન્મ માત્ર એક વખત થાય છે. એના મરણ પછી એને ન્યાય આપવામાં આવે છે અને તેણે આચરેલાં કાર્યો પ્રમાણે તેને સદાકાળને માટે દુઃખ કે સુખ મળે છે. આથી માનવીએ ઈશ્વરપ્રાપ્તિ અર્થે પિતાનાં કાર્યો એવી રીતે કરવાં જોઈએ કે જેથી એ પિતાના ધ્યેયની વધુ ને વધુ સમીપ જઈ શકે. ધ્યેય સમીપ પહોંચવાના આ માર્ગની સાધના અંગે ખ્રિસ્તીમતમાં અનેક માર્ગો સૂચવાયા છે. આમાં આજીવન મૌનવ્રત પાળી તપશ્ચર્યા કરતા કરતા સંન્યસ્ત જીવન ગુજારનારા પણ છે. બીજા કેટલાક પોપકારી જીવન તરફ ભાર મૂકે છે. ગૃહસ્થીઓ પણ સાધનાને માર્ગે આગળ વધી શકે છે. સાધુઓને માટે બ્રહ્મચર્ય, અપરિગ્રહ અને પ્રભુ આધીનતા પર ભાર મૂકવામાં આવે છે. ગૃહસ્થીને માટે સંયમ અને તપ દ્વારા વાસનાઓને દૂર રાખવા માટે જરૂરી સમજી, એના પર ભાર મૂકવામાં આવે છે. તપોમાં શ્રેષ્ઠ તપ એ પ્રાયશ્ચિત્ત છે. પાપનો સ્વીકાર કરી એ પાપ કદીયે ન કરવાનો સંકલ્પ એ ઉત્તમ પ્રકારનું પ્રાયશ્ચિત્ત છે. સર્વ પ્રકારની મલિનતા અને પાપને સદાયને માટે દેશવટે દેવા પ્રાર્થના અને પ્રભુભજન પર ભાર મૂકવામાં આવે છે. આમ, સાધુજન કે અહસ્થજન માટે મુક્તિને માગ ખુલે છે અને પિોતે જે વિશ્વાસ અને શ્રદ્ધાથી પ્રભુના આદેશનું પાલન કરી, પાપને વિનાશ કરી, નવીન પાપકર્મોમાં પ્રવૃત્ત ન બને તે મુક્તિ માર્ગે આગળ વધી શકે છે. 6. ખ્રિસ્તી નીતિશાસ્ત્ર : સૂજેલા શ્રીપ્રભુજીએ મનુષ્યો સર્વ સરખાં છે”ને અનુરૂપ ખ્રિસ્તી નીતિશાસ્ત્ર છે. સર્વ મનુષ્યોની સમાનતા પર આધારિત ધર્મ તરીકે માનવ ભાતૃભાવ પર, દયા, પરોપકાર, પ્રેમ અને ત્યાગ પર ખ્રિરતી નીતિશાસ્ત્રમાં ભાર મૂકવામાં આવે એ સમજી શકાય એમ છે. જૂના કરારના દશ આદેશને ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે. પરંતુ હિબ્રધર્મમાં આ દશ આદેશનું મુખ્યત્વે કરીને એના શબ્દધ્વનિ અનુસારનું પાલન થતું હતું છે અને આદેશના શબ્દને મહત્ત્વ અપાતું નથી. ખ્રિસ્તી ધર્મના નીતિશાસ્ત્ર વિષયક વિચારની એક જ વાક્યમાં રજૂઆત