________________ 176 ધનું તુલનાત્મક અધ્યયન કે અંતિમ અસ્તિત્વ નથી. ખ્રિરતીધર્મ એક એવી આશા અપે છે કે માનવી સ્વપ્રયત્ન જ અશુભ કે શુભ તત્ત્વ પામે છે અને રવપ્રયને જ અશુભને નાશ કરી શકે છે. પાપ - વિમેચનના માર્ગ તરીકે ખ્રિસ્તી ધર્મ ક્રાઈસ્ટ પરના અનન્ય વિશ્વાસની વાત કરે છે અને એ વિશ્વાસથી એનામાં જાગૃત થતી ભક્તિભાવના એના જીવનમાં એક નવો માર્ગ ચીંધે છે, જે એને પૂર્ણતાના માર્ગે લઈ જઈ શકે. જિસસ પિ૨ આવી આશા આપે છે. છે, માનવનું સ્થાન : પ્રભુના પ્રતિબિંબ તરીકે માનવનું સર્જન થયું છે એમ કહેવા છતાં ખ્રિસ્તી ધર્મ હિંદુધર્મની જેમ માનવને દૈવત્વ અપ નથી. માનવ એ અર્થમાં ઈશ્વરની પ્રતિકૃતિ છે કે એ એક સ્વતંત્ર જીવે છે અને એ રીતે જ એ જીવે છે. જ્યાં સુધી એ ઈશ્વરના આદેશનું પાલન કરે છે અને ઈશ્વરને પ્રેમ કરે છે ત્યાં સુધી એનામાં પાપસંચાર થતો નથી ઈશ્વરના સર્જન તરીકે માનવ સ્વરૂપની મર્યાદામાં કેટલાક ઈશ્વરી ગુણોને આવિર્ભાવ એનામાં પણ થઈ શકે છે - જેમકે, ધર્મિષ્ઠતા, પ્રેમ, ન્યાય વગેરે. કેટલાક વિચારકે એમ પણ સૂચવે છે કે પ્રકૃતિગત રીતે જ માનવી પાપી છે અને એના વડીલેના મૂળ પાપના ભાર નીચે એ દબાયેલો છે. માનવીના શારીરિક દેહ વિશે ખ્રિસ્તી ધર્મને ખ્યાલ નોંધપાત્ર છે. માનવીને દેહ સત્ય છે અને તાત્પર્યમય પણ છે. દેહ પોતે અનિષ્ટ નથી. એટલું જ નહિ પરંતુ દેહ અનિષ્ટના કારણરૂપ જ છે એમ પણ કહી શકાય એમ નથી. આ વિચારણામાં ખ્રિસ્તી ધર્મ, હિંદુધર્મ અને બૌદ્ધધર્મથી જુદો પડે છે. જિસસ ક્રાઈસ્ટને પણ માનવીય દેહ હતા અને એમ છતાં એમના દૈવીક કાર્યમાં એ દેહ, અવરોધક ન હતું. એ હકીકત, ક્રાઈસ્ટના વધ પછી એમના થયેલા પુનરુત્થાનમાંથી જ મુક્તિમાર્ગ : પ્રત્યેક ધર્મ મુક્તિનો માર્ગ સૂચવે છે અને જગતના દુઃખમાંથી મુક્તત્વની અવસ્થા શી રીતે પ્રાપ્ત થઈ શકે એને ખ્યાલ આપે છે. 92 "I have come to call not the just, but sinners."