________________ -174 ધર્મોનું તુલનાત્મક અધ્યયન માનવમાં રહેલ દિવ્ય અંશ તરીકે ઘટાવવામાં આવે તો હિંદુધર્મના ત્રિમૂર્તિના અને ખ્રિસ્તી ધર્મના ત્રિ-સ્વરૂપના સિદ્ધાંતમાં ઘણું સામ્ય માલૂમ પડશે. પરંતુ બીજી રીતે જોઈએ તે આ બંને વિચારમાં કેટલાક પાયાને તફાવત છે જ. સંચાલક ઈશ્વરના સ્વરૂપ તરીકે વિષ્ણુ, સૃષ્ટિનું સંચાલન કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે દેવસ્વરૂપે પ્રત્યક્ષ થાય છે, એની મૂળગામી વિચારણું સાથે સ્વીકારાય છે. હિંદુધર્મમાં વર્ણવેલ વિવિધ અવતારે આ વાતની સાક્ષી પૂરે છે. ખ્રિસ્તી ધર્મ અવતારવાદ સ્વીકારતા નથી. જો કે અઢારમી સદીના કેટલાક વિચાર થોડા જદા સ્વરૂપે તાર્કિક રીતે, ઇશ્વરના સૃષ્ટિમાં સૃષ્ટિ સંચાલન કાર્ય માટે, -સૃષ્ટિ પ્રવેશની શકયતાને સ્વીકારે છે. પરંતુ ખ્રિસ્તી ધર્મમાં આ વિચાર સાર્વત્રિક આવકાર પામે નથી, અને એથી ખ્રિસ્તી ધર્મ ઈશ્વરપુત્ર ક્રાઈસ્ટને જે વિચાર રજૂ કરે છે તે વિશે આગળ ઉપસ્થિત કરેલા પ્રશ્નો બિનઉત્તર રહે છે. ઘ, જગત : ઈશ્વરપિતા માનવના સર્જનહાર છે અને સૃષ્ટિના સર્જનહાર પણ તેઓ છે. - સૃષ્ટિના સર્જન વિશેની જેનેસિસમાં આપેલી વાર્તાઓ એમ સૂચવે છે કે સૃષ્ટિનું સજન ઈશ્વરે કર્યું છે. અઢારમી સદીના બુદ્ધિવાદી ખ્રિસ્તીઓ જેમણે “ઈશ્વરવાદ'(Deism)ની માન્યતા રજૂ કરી તેઓ ઈશ્વરને સૃષ્ટિના સર્જક તરીકે રજૂ કરે છે. વળી તેઓ એમ પણ જણાવે છે કે એમણે સૃષ્ટિનું સર્જન શૂન્યમાંથી કર્યું છે. વળી કઈ દબાણયુક્ત રીતે નહિ પરંતુ સંપૂર્ણ રવાતંત્ર્યથી અને અસીમ પ્રેમથી પ્રેરાઈને એમણે પૃથ્વીનું સર્જન કર્યું. સૃષ્ટિ ઈશ્વરનું સર્જન હેઈને ઈશ્વરથી અલગ છે. સૃષ્ટિના સંચાલન માટે ઈશ્વર સૃષ્ટિમાં પ્રત્યક્ષ થાય છે. પરંતુ સૃષ્ટિ ઈશ્વરથી ભિન્ન હોઈને એ સંપૂર્ણ નથી, તેમ જ સંપૂર્ણ બની શકે પણ નહિ. સૃષ્ટિના સર્જન, સંચાલન અને સમાપ્તિ વિશેની હિંદુધર્મ અને ખ્રિસ્તી ધર્મની વિચારણામાં કેટલે તફાવત છે એ આપણે આગળના વિભાગમાં તપાસીશું.