________________ ખ્રિસ્તી ધર્મ 17. ખ. ઈશ્વરનું જ્ઞાન : ખ્રિસ્તી ધર્મ અનુસાર ઈશ્વરનું જ્ઞાન શી રીતે પ્રાપ્ત થાય છે? હિંદુધર્મ ખ્રિસ્તી ધર્મ રહયવાદને સ્વીકાર કરતા નથી. એક પદ્ધતિ તરીકે એ રહસ્ય-- વાદને ઇન્કાર કરે છે. કારણ કે એ માને છે કે માનવ પિતે ઈશ્વર સમીપ પહોંચવાને કે તેની સાથે એકલીન થવાની નથી તે શક્તિ ધરાવતે, કે નથી તો એવી શક્યતા. ધરાવતે. ખ્રિરતી મતાનુસાર ઈશ્વર પિતે જ માનવ સમક્ષ પ્રત્યક્ષ થાય છે. તત્ત્વદૃષ્ટિ તરીકે પણ ખ્રિસ્તી ધર્મ રહસ્યવાદનો ઈન્કાર કરે છે, કારણ કે રહસ્યવાદ એમ સ્વીકારે છે કે માનવ અને ઈશ્વર એક અર્થમાં અથવા અંતિમ અર્થમાં ભિન્ન નથી, અને એથી માનવને માટે રવપ્રયને ઈશ્વરનું જ્ઞાન શક્ય છે. એટલું જ નહિ પરંતુ પ્રભુપ્રાપ્તિ પણ શક્ય છે. . આમ છતાં, થોમસ એકવિનાસ જેવા કેટલાક ખ્રિસ્તી વિચારકે એમ માને. છે કે તર્ક દ્વારા ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય, જો કે અહીંયાં પણ ઈશ્વરની કૃપાનું સ્થાન તે છે જ. ગ, ત્રિ-સ્વરૂપ સિદ્ધાંત : ખ્રિસ્તી ધર્મના ત્રિ-વરૂપ સિદ્ધાંત( Doctrine of Trinity)થી. ઉબેગ ખૂબ પ્રભાવિત થયા હતા અને આ સિદ્ધાંતને એક વિશિષ્ટ પ્રકારના સિદ્ધાંત તરીકે, તથા હિબ્રધર્મ તેમ જ પૂર્વના ધર્મોથી, એક વિશિષ્ટ પ્રકારની. અલગ ભાત પાડતા સિદ્ધાંત તરીકે ઓળખાવ્યો. આ સિદ્ધાંત એક અર્થમાં જરૂર વિશિષ્ટ છે, કારણકે એ ઈશ્વરના ત્રણ સ્વરૂપની એકમયતા કે એકરૂપતાની રજૂઆત કરે છે. આ સિદ્ધાંત અનુસાર ઈશ્વરનાં ત્રણ સ્વરૂપો નીચે પ્રમાણે આલેખાયાં છે. ઈશ્વર - પિતા તરીકે, ઈશ્વર - પુત્ર તરીકે, ઈવર - પવિત્ર આત્મા તરીકે. . અહીંયાં, સર્વ સૃષ્ટિના પિતા ઈશ્વર છે એ અર્થમાં ઈશ્વર સર્જક છે - સર્વસત્તાધીશ છે, સર્વજ્ઞ છે, સર્વત્ર છે અને સર્વશક્તિમાન છે. પરંતુ હિબ્રધર્મમાં