________________ ખ્રિસ્તી ધર્મ 169 શબ્દમાં અપાયું છેઃ સર્વદષ્ટ, સર્વજ્ઞ, આકાશ અને પૃથ્વીના અધિપતિ, પવિત્ર, દયાળુ, જગતને ન્યાય આપનાર સાચા ન્યાયાધીશ વગેરે. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરને સર્વવ્યાપ્ત, સર્વજ્ઞ અને સર્વશક્તિમાન તરીકે વર્ણવવામાં આવેલ છે. ખ્રિસ્તી ધર્મમાં ઈશ્વરના પિતૃત્વ પર ખૂબ ભાર મૂકવામાં આવ્યું છે. બધા છના પિતા તે છે. શરૂઆતના તબકકે જ્યારે માત્ર ચાર ગોસપેલો જ અસ્તિત્વમાં હતા, અને જિસસના અનુયાયીઓ દ્વારા એપિસ્ટલસની રચના થઈ ન હતી ત્યારે એ ગેસપેલોમાં જિસસના વ્યક્તિત્વની અને એમના ઉપદેશોની રજૂઆત કરવામાં આવી હતી. જિસસ ઈશ્વરને માટે “પિતા” નામ ઘણી વેળા વાપરે છે. ગોયેલમાં આ શબ્દનો ઉપયોગ અનેક વેળા થયો છે. ગેસ્પેલમાં વપરાયેલ શબ્દ : કેટલી વાર વપરાય ? પિતા 17 મારા પિતા 50 તમારા સ્વર્ગીય પિતા નવા કરારમાં ઈશ્વરને માટે “પિતા” શબ્દ લગભગ ત્રણ વખત વપરાય છે. પિતૃત્વની ભાવના ઈશ્વરમાં પ્રત્યક્ષ કરવામાં ખ્રિસ્તી ધર્મ કદાચ એટલે જ છે. એમ તે હિંદુધર્મમાં બ્રહ્માને જગત-પિતા તરીકે આલેખવામાં આવ્યા છે, અને સાથે જ મા જગદંબાને પણ શક્તિસ્વરૂપે સ્વીકાર થયો છેપરંતુ ખ્રિસ્તીધર્મમાં થયેલા શબ્દપ્રયોગનો વધુ સ્પષ્ટ સમજ, હિબ્રધર્મમાં ઈશ્વરની રજૂઆત માટે વપરાતા શબ્દની સાથે સરખાવવાથી, મળે છે. હિબ્રધર્મમાં ઈશ્વરને ઉલ્લેખ સર્વોપરી સત્તાધીશ સમ્રાટ તરીકે કરવામાં આવે છે. હિબ્રધર્મની આ પિતૃત્વની ભાવના ખ્રિસ્તી ધર્મ સ્વીકારે છે, પરંતુ સત્તાધીશ સમ્રાટની ભાવનાનો તે ત્યાગ કરે છે. આ ભેદને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. હે પિતા 6 હ્યુમ, આર. ઈ. પા. 251 7 એજ પા. ૨પર.